અમદાવાદ : અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજનાં સરેસાથ 300થી વધારે અને છેલ્લા પાંચ દિવસથી તો 400થી પણ વધારે કેસ આવી રહ્યા છે. ત્યારે આજે ૪૮૦ નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે ૩૧૯ દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨,૫૧,૬૮૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 30 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં માત્ર અમદાવાદનાં જ 21 નાગરિકોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત સુરતમાં 2, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, કચ્છ અને રાજકોટમાં 1-1 વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. આ પ્રકારે કોરોનાને અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો ૧૨૪૯ પર પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

143 મી રથયાત્રા : લોકોને ઘરે રહીને દર્શન કરવા અપીલ, પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત


રાજ્યનાં અલગ અલગ જિલ્લાઓમાં આજે ૨,૧૧,૫૮૯ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૨,૦૪,૪૩૫ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૭,૧૫૪ લોકોને પ્રાઇવેટ અથવા સરકારી ફેસિલીટીમાં રાખવામાં આવેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનલોક 1.0ને કારણે રાજ્યમાં પરિવહન ધીમે ધીમે પૂર્વવત થઇ રહ્યું છે.


AMC નો વિકાસ સામાન્ય વરસાદમાં જ ધોવાઇ ગયો, ક્યાંક ભુવામાં પણ પડ્યો તો ક્યાંક પાણી ભરાતા ફસાયો


જો કે રાજ્યમાં એક્ટિવ કેસની સ્થિતીની વાત કરીએ તો કુલ ૫૨૦૫ કેસ એક્ટિવ છે, જે પૈકી ૫૧૩૮ સ્ટેબલ છે. જ્યારે ૬૭ દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ૧૩૬૪૩ દર્દીઓને ડિસ્ચાર્જ મળી ચુક્યું છે. ૧૨૪૯ દર્દીઓનાં મોત નિપજ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અનલોક 1.0 પછીના ત્રણ દિવસમાં ગુજરાતમાં કોરોનાના આંકડામાં ખુબ જ મોટો ઉછાળો જોવા મળ્યો છે.


અત્યંત ધનાઢ્ય ફાર્મ હાઉસમાં ચાલતું હતું જુગારધામ, શંકા ન પડે તે માટે પરિવાર મુકવા આવતો


રાજ્યમાં નવા નોંધાયેલા કેસની જિલ્લા વાર વિગત અનુસાર માત્ર અમદાવાદમાં જ ૩૧૮ કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 64, વડોદરામાં 35, ગાંધીનગરમાં 19, મહેસાણા 6, બનાસકાંઠા 6, પાટણ 5, ખેડામાં 4, સુરેન્દ્રનગરમાં 4, રાજકોટમાં 3, આણંદમાં 3, ભાવનગરમાં 2, ભરૂચમાં 2, વલસાડમાં 2, અરવલ્લીમાં 1, કચ્છમાં 1, દાહોદમાં 1, નવસારીમાં 1, અમરેલીમાં 1 અને અન્ય રાજ્યનાં 2 કેસ થઇને કુલ 480 કેસ આજના દિવસમાં નોંધાયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર