મુસ્તાક દલ, જામનગર: આજે જામનગર (Jamnagar) નો 481મો જન્મદિવસ છે. દરબારગઢ પાસે સ્થાપનાની ખાંભીપૂજન કરાયું. રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ખાંભી પૂજન કરાયું. મેયર અને સ્ટે.કમિટી ચેરમેન, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જામનગરના જામ રાજવીઓની પ્રતિમાને ફૂલહાર કરાયા. મનપા અને રાજપૂત સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરના સ્થાપનાદિન નિમિત્તે સાદગીપૂર્ણ કાર્યક્રમો યોજાયા છે. પ્રજા વત્સલ રાજવી જામ રાવલે કચ્છથી જામનગરમાં આવી વસાવેલા નવાનગર સ્ટેટ વખતના દરબારગઢ, ખંભાળિયા ગેટ, માંડવી ટાવર, રણમલ (લાખોટા) તળાવ, આયુર્વેદ કોલેજો જેવી વિરાસત આપી છે. જેને જામનગરના લોકો આજે પણ યાદ કરે છે. 


જામરાવળ જેમ જેમ પ્રદેશો જીતતા ગયા તેમ તેમ રાજ્ય વિસ્તરતું ગયું. જામ રાવળે પહેલા બેડ અને પછી ખંભાળીયા રાજધાની બદલી હતી. રાજધાનીના નવા સ્થળથી જોડીયા, આમરણ અને કાલાવડ જેવા પરગણાઓ દૂર પડતા હતાં એટલે વહીવટ ચલાવવો મુશ્કેલ પડતો હતો. જામ રાવળે પ્રદેશની બરાબર મધ્યમાં હોય તેવી જગ્યા પસંદ કરવાની જરૂરિયાત ઉભી થઈ આથી નાગમતી અને રંગમતી નદીના કાંઠે વિક્રમ સંવત 1596માં શ્રાવણ સુદ સાતમના બુધવારે નવાનગરની રાજધાની જામનગરની સ્થાપના કરવામાં આવી હતી. 


નવાનગરની સ્થાપના જામ રાવળે સંવત 1596માં શ્રાવણ સુદ સાતમના દિવસે બુધવારે કરી તેવો ઉલ્લેખ યદુવંશ પ્રકાશ નામના ગ્રંથમાં કરાયેલો છે. નગરની સ્થાપના વખતે બે કે ત્રણ થાંભલીઓ રોપવામાં આવી હતી. જેમાંથી બે થાંભલીઓ દરબારગઢ અને ત્રીજી માંડવી ટાવર પાસે રોપવામાં આવી હોવાનું કહેવાય છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube