ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનું સંકટ યથાવત છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 485 નવા કેસ નોંધાયા છે. તો 30 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 318 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 67.40 ટકા પર પહોંચી ગયો છે. આમ રાજ્યમાં અત્યાર સુધી કુલ 18117 કેસ નોંધાયા છે. તો 1122 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં 485 કેસ
ગુજરાતમાં મંગળવારે સાંજે 5 કલાકથી બુધવારે સાંજે 5 કલાક સુધીમાં નવા 485 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 90, સુરતમાં 77, વડોદરામાં 34, ગાંધીનગરમાં 39, ભાવનગરમાં 1, બનાસકાંઠામાં 10, આણંદ 1, રાજકોટ 2, અરવલ્લી 2, મહેસાણા 4, પંચમહાલ 3, ખેડા 5, પાટણ 5, ભરૂચ 3, સાબરકાંઠા 1, દાહોદ 1, નવસારી 2, જૂનાગઢ અને સુરેન્દ્ર નગરમાં 1-1 કેસ નોંધાયો છે. 


અમદાવાદમાં વધુ 22 લોકોના મૃત્યુ
છેલ્લા 24 કલાક દરિયાન રાજ્યભરમાં 30 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 22, વડોદરામાં 3, સુરતમાં 2, ભાવનગર, કચ્છ અને નવસારીમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. 

રાજ્યમાં સાજા થવાનો દર 67.40 ટકા 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 318 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. જેમાં અમદાવાદમાં 205, ગાંધીનગર 8, સુરેન્દ્રનગર 3, નવસારી 1, વડોદરા 43, ગીર સોમનાથ 6, પોરબંદર 2, સુરત 31, જામનગર 5, વલસાડ 2, બનાસકાંઠા 8, સાબરકાંઠા 3 અને જૂનાગઢમાં 1 વ્યક્તિ ડિસ્ચાર્જ થયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 18117 કેસ નોંધાયા છે, જેમાંથી 12212 વ્યક્તિઓ સારવાર બાદ સાજા થયા છે. તો કુલ 1122 લોકોના મૃત્યુ થયા છે. આમ ગુજરાતનો રિકવરી રેટ 67.40 ટકા છે. 


[[{"fid":"266656","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ગુજરાતમાં અત્યાર સુધી 2,27,898 ટેસ્ટ કરાયા
રાજ્યભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 2 લાખ 27 હજાર 898 ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કોરોનાની વાત કરવામાં આવે તો કુલ 4783 એક્ટિવ કેસ છે. જેમાં 64 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 4719 સ્ટેબલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર