Corona Update: છેલ્લા 24 કલાકમાં 492 કેસ, 33, મૃત્યુ, 455 ડિસ્ચાર્જ, કુલ સંક્રમિતોની સંખ્યા 18609
છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 291 તો સુરતમાં 81 કેસ નોંધાયા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 492 નવા કેસ નોંધાયા છે. તો 33 લોકોનામૃત્યુ થયા છે. આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 18609 અને મૃત્યુઆંક 1155 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 455 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 12667 લોકો સાજા થયા છે. રાજ્યનો ડિસ્ચાર્જ રેટ 68.9 ટકા પહોંચી ગયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 291, સુરતમાં 81, વડોદરામાં 39, ગાંધીનગરમાં 21, ભાવનગરમાં 2, બનાસકાંઠા 6, આણંદ 4, રાજકોટ 2, અરવલ્લી 4, મહેસાણા 9, પંચમહાલ 3, બોટાદ 1, ખેડા 4, જામનગર 1, ભરૂચ 1, સાબરકાંઠા 4, દાહોદ 4, કચ્છ 1, નર્મદા 4, દેવભૂમિ દ્વારકા 1, સુરેન્દ્ર નગર 1 અને અન્ય રાજ્યના 8 કેસ સામે આવ્યા છે.
[[{"fid":"266786","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
અમદાવાદમાં 296 દર્દીઓ ડિસ્ચાર્જ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 455 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જેમાં અમદાવાદમાં 296, આણંદમાં 4, ભાવનગરમાં 2, પાટણમાં 1, વડોદરામાં 34, નર્મદામાં 3, મહેસાણામાં 2, રાજકોટમાં 1, સુરતમાં 53, સાબરકાંઠામાં 3, અરવલ્લીમાં 1, મહીસાગરમાં 51, વલસાડમાં 3 અને ગાંધીનગરમાં 1નો સમાવેશ થાય છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા મૃત્યુની વિગત
ગુજરાતભરમાં છેલ્લા 24 કલાકમાં કુલ 33 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 28, બોટાદ, કચ્છ, ગાંધીનગર, પાટણ અને વલસાડમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
રાજ્યમાં કુલ 4779 એક્ટિવ કેસ
ગુજરાતમાં હાલ કોરોના વાયરસના કુલ 4779 એક્ટિવ કેસ છે. જેમાં 68 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 4711 સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 12667 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં બે લાખ 20 હજાર 695 લોકો હાલ ક્વોરેન્ટાઇન છે. અત્યાર સુધી 2 લાખ, 33 હજાર, 921 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર