વડોદરા: મેયરને ધક્કે ચડાવવાના કેસ મુદ્દે ઓળખ બાદ ધરપકડની કાર્યવાહી શરૂ
વડોદરા મહાનગર સેવા સદનમાં મેયરને ધક્કે ચડાવનારા કોંગ્રેસી કાર્યકર્તાઓ અને અન્ય લોકોની ઓળખવિધી કરવામાં આવી રહી છે. તંત્રના અંધેર વહીવટના કારણે છેલ્લા દસ માસથી ગંભીર બનેલા પાણીના પ્રશ્ને કોંગ્રેસ હોલની બહાર હોબાળો કર્યો હતો. જેમાં મેયરને પણ ધક્કે ચડાવવામાં આવ્યા હતા. જે અંગે સિક્યુરિટી જવાનોની ફરિયાદનાં આધારે ઓળખવીધી ચલાવાઇ રહી છે. પોલીસ ફરિયાદ નોંધવામાં પણ ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ આખરે એક થઇ ગયા હોવાની ગંધ આવી રહી હતી. પોલીસ ફરિયાદ બાદ પોલીસે ઓળખ કરીને પાંચ કોંગ્રેસી કાર્યકરોની ઓળખ કરીને ધરપકડ કરી છે.
વડોદરા : વડોદરા મહાનગર સેવા સદનમાં મેયરને ધક્કે ચડાવનારા કોંગ્રેસી કાર્યકર્તાઓ અને અન્ય લોકોની ઓળખવિધી કરવામાં આવી રહી છે. તંત્રના અંધેર વહીવટના કારણે છેલ્લા દસ માસથી ગંભીર બનેલા પાણીના પ્રશ્ને કોંગ્રેસ હોલની બહાર હોબાળો કર્યો હતો. જેમાં મેયરને પણ ધક્કે ચડાવવામાં આવ્યા હતા. જે અંગે સિક્યુરિટી જવાનોની ફરિયાદનાં આધારે ઓળખવીધી ચલાવાઇ રહી છે. પોલીસ ફરિયાદ નોંધવામાં પણ ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ આખરે એક થઇ ગયા હોવાની ગંધ આવી રહી હતી. પોલીસ ફરિયાદ બાદ પોલીસે ઓળખ કરીને પાંચ કોંગ્રેસી કાર્યકરોની ઓળખ કરીને ધરપકડ કરી છે.
કમલેશ તિવારી હત્યા કાંડમાં સુરતના 3ની ધરપકડ, હત્યાનું કારણ છે ઘણુ ચોંકાવનારુ
શુક્રવારે કોર્પોરેશનમાં મળેલી સભા અગાઉ પાણીનો મોરચો લઇને ગયેલા કોંગ્રેસી કાર્યકરોએ ભારે હોબાળો કર્યો હતો. કોંગ્રેસી કાર્યકરો મેયરનાં હોલ પર જવાના માર્ગે સુઇ ગયા હતા. સભા હોલમાં જવા માટે નિકળેલા મેયરને કોંગ્રેસ કાર્યકરોએ જણાવ્યું કે, અમારા પર પગ મુકીને સભામાં જઇ શકો છો. મામલો ઉગ્ર બનતા કોંગ્રેસી કાર્યકરોએ પહેલા તેમની સાથે ઝપાઝપી કરી હતી અને તેમને ધક્કે ચડાવ્યા હતા.
અહો વૈચિત્રમ ! દાહોદમાં માત્ર 3 કિલોમીટર મુસાફરી માટે 105 રૂપિયાનો ટોલ
પ્રો કબડ્ડી લીગઃ બંગાળ બન્યું નવું ચેમ્પિયન, દિલ્હીને 39-34થી આપ્યો પરાજય
ધરપકડ નહી થવા અંગે ઉઠ્યા હતા સવાલ
ઘટના અંગે ભાજપ કાર્યકર જયાબેન તડવીએ 40થી 50 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટના સમયે કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, કોર્પોરેશનનાં વિરોધ પક્ષનાં નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, મહિલા કાઉન્સિલર સહિત કોર્પોરેશનનાં રોજ આવતા અગ્રણીઓ હતા. જો કે પોલીસે ફરિયાદનાં આધારે માત્ર પાંચ કાર્યકર હસમુખ પરમાર, મિતેષ પરમાર, મનોજ આચાર્ય અને હિતેષ બુમડિયા સહિત પાંચ કાર્યકરોની ધરપકડ કરી છે.
ઉકાઇમાં એક જ દિવસમાં 3 ભુકંપના આંચકાથી લોકોમાં ફફડાટ, તંત્ર એલર્ટ પર
ઓળખની કાર્યવાહી શરૂ
પોલીસે ઓળખ કરેલા કોંગ્રેસના પાંચ કાર્યકરો પૈકી બેની ધરપકડ કરતા કોંગ્રેસમાં ચર્ચા ચાલુ તઇ છે કે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિરોધ પક્ષનાં નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં મોરચો હોવા છતા નામજોગ ફરિયાદ કેમ દાખલ ન કરી. તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો ઘીના ઠામમાં ઢોળાઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.