પ્રો કબડ્ડી લીગઃ બંગાળ બન્યું નવું ચેમ્પિયન, દિલ્હીને 39-34થી આપ્યો પરાજય
અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયામાં રમાયેલી પ્રો કબડ્ડી લિગ સિઝન સાતની ફાયનલમાં બંગાળ વોરિયર્સ દબંગ દિલ્હી કે.સીને 39-34થી હરાવીને ચેમ્પિયન બની હતી. પ્રેક્ષકથી ખીચોખીચ સ્ટેડિયમમાં યજમાન ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસની ગેરહાજરી છતાં મેચ અત્યંત રોમાંચક બની હતી અને પ્રેક્ષકોએ તેને ભરપૂર માણી હતી.
Trending Photos
ધવલ ગોકાણી/ અમદાવાદઃ નવીન કુમાર અને અનિલ કુમારની શાનદાર રમતની મદદથી અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયામાં રમાયેલી પ્રો કબડ્ડી લિગની સાતમી સિઝનની ફાયનલમાં બંગાળ વોરિયર્સ દબંગ દિલ્હી કે.સીને 39-34થી હરાવીને ચેમ્પિયન બની હતી. પ્રેક્ષકથી ખીચોખીચ સ્ટેડિયમમાં યજમાન ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસની ગેરહાજરી છતાં મેચ અત્યંત રોમાંચક બની હતી અને પ્રેક્ષકોએ તેને ભરપૂર માણી હતી. નવીન કુમારે 24 રેઈડમાં 18 અને અનિલ કુમારે પાંચ ટેકલમાં બે પોઈન્ટ મેળવ્યા હતા.
આજે દબંગ દિલ્હીએ ટોસ જીતીને કોર્ટની પસંદગી કરી હતી. જેમાં દિલ્હીએ સારી શરૂઆત કરતા પ્રથમ ચાર મિનિટમાં છ પોઈન્ટ મેળવ્યા હતા, જેની સામે બંગાળ વોરિયર્સે 5મી મિનિટે તેનું ખાતું ખોલાવી હતું. ત્યાર પછી બન્ને ટીમો વચ્ચે જોરદાર રસાકસી રહી હતી અને હાફ ટાઈમે સ્કોર 17-17 રહ્યો હતો. આ દરમિયા બંગાળના રવીન્દ્ર કુમાવતે તેના 50 પોઈન્ટ પૂરા કર્યા હતા, જ્યારે જ્યારે દિલ્હીના મેરાજ શીયેખે તેના કુલ 350 પોઈન્ટ પૂરા કરવાની સિધ્ધિ હાંસલ કરી હતી.
Not as easy as A, B, C...beating #AamarWarriors this season: #IsseToughKuchNahin!#DELvKOL #VIVOProKabaddiFinal https://t.co/1i1xWwvDcf
— Bengal Warriors (@BengalWarriors) October 19, 2019
બીજા હાફમાં બંગાળની ટીમે જોરદાર રમત બતાવવા સાથે દિલ્હીની ટીમ પર સરસાઈ મેળવી લીધી હતી. દિલ્હીના ખેલાડીઓ વળતી લડત માટે ઝઝૂમતા રહ્યા હતા. દરમિયાન દિલ્હીના નવીન કુમારને જ્યારે બંગાળના રિન્કુ નારવાલને ગ્રીન કાર્ડ અપાવ્યું હતું. બંગાળના બલદેવસિંહને રમતની ત્રણ મિનિટ બાકી હતી ત્યારે ગ્રીન કાર્ડ મળ્યું હતું. આ દરમિયાન દિલ્હીના નવીન કુમારે આ સિઝનમાં કુલ 300 પોઈન્ટ પાર કરવાની સિધ્ધિ મેળવી હતી.
દબંગ દિલ્હી કે.સી અને બંગાલ વોરિયર્સ પહેલી વખત ફાયનલ રમી રહ્યા હતા. બન્ને ટીમોના ફાયનલમાં પહોંચવા દરમિયાન સેમિફાઈનલનો મુકાબલો એકદમ અલગ રહ્યો હતો. દિલ્હીએ સેમિફાઈનલમાં આસાન વિજય મેળવ્યો હતો, જ્યારે બંગાલ વોરિયર્સે યુ મુંબા સામેની મેચમાં છેલ્લી ઘડીએ વિજય મેળવ્યો હતો. બંગાલ વોરિયર્સ આ સિઝનમાં દિલ્હી સામે અપરાજિત રહ્યું છે. 46મી મેચમાં બંગાળના વિજય પહેલાં એક સમયે સ્કોર 30-30 હતો, જ્યારે પંચકૂલામાં 115મી મેચમાં બંગાળે 42-33થી વિજય મેળવ્યો હતો.
દિલ્હીનો આ સત્રમાં શાનદાર દેખાવ રહ્યો હતો. 16 વિજય, 4 પરાજયનો સામનો કરવા ઉપરાંત તેની ત્રણ મેચ ટાઈ થઈ હતી. તેણે સેમિફાઈનલમાં બેંગલુરૂ બુલ્સ જેવી મજબૂત ટીમને 44-38થી હારાવી હતી. બંગાળ વોરિયર્સે આ સત્રમાં 15 વિજય મેળવ્યા, પાંચ મેચ ગુમાવી અને તેની ત્રણ મેચ ટાઈ રહી હતી.
ત્રણ મહિના સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટનું શનિવારે અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયામાં બંગાળના ચેમ્પિયન બનવા સાથે સમાપન થયું હતું.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે