હવે ગુજરાતમાં 5 દિવસ કામ, બે દિવસ આરામ, ગુજરાત સરકારની ગંભીર વિચારણા
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં ઉપ પ્રમુખ પાર્થ ગણાત્રાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શનિવારે રાજકોટ (Rajkot) ચેમ્બર ઓફ કોમર્સની 80 જેટલા વેપારી સંગઠનો સાથે વર્ચ્યુઅલ મિટીંગ મળી હતી. જેમાં રાત્રી કર્ફ્યુ (Night Curfew) ને કારણે વેપાર ધંધાને અસર પહોંચી હોવાનો વેપારીઓનો સુર જોવા મળ્યો હતો.
ગૌરવ દવે/ રાજકોટ : રાજ્ય (Gujarat) માં કોરોનાનું સંક્રમણ (Coronavirus) વધતા ચાર મહાનગરોમાં રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ (Night Curfew) લગાવવામાં આવ્યો છે. પરંતુ રાત્રી કર્ફ્યુ (Night Curfew) નો વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની વર્ચ્યુઅલ બેઠકમાં 80 જેટલા વેપારી સંગઠનોએ રાત્રી કર્ફ્યુ (Night Curfew) નો વિરોધ નોંધાવ્યો હતો. રાત્રી કર્ફ્યુ હટાવવામાં આવે અને શનિવાર અને રવિવારનાં સંપૂર્ણ કર્ફ્યુ આપવાની ફોર્મ્યુલા બનાવી છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં ઉપ પ્રમુખ પાર્થ ગણાત્રાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શનિવારે રાજકોટ (Rajkot) ચેમ્બર ઓફ કોમર્સની 80 જેટલા વેપારી સંગઠનો સાથે વર્ચ્યુઅલ મિટીંગ મળી હતી. જેમાં રાત્રી કર્ફ્યુ (Night Curfew) ને કારણે વેપાર ધંધાને અસર પહોંચી હોવાનો વેપારીઓનો સુર જોવા મળ્યો હતો. કોરોનાનું સંક્રમણને કારણે સરકારે રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધીનું રાત્રી કર્ફ્યુ લાગું કર્યું છે પરંતુ કેસ સતત વધી રહ્યા છે.
You Tube પરથી શીખીને છાપતો હતો નકલી નોટો, દોઢ વર્ષમાં છાપી લાખોની નોટો, અંતે ઝડપાયો
ત્યારે વેપારીઓનાં ધંધા રોજગારને અસર ન થાય અને સંક્રમણ ઘટી શકે તે માટે તમામ વેપારીઓનો એક જ સુર જોવા મળ્યો હતો કે, રાત્રી કર્ફ્યુ હટાવીને 5 ડે વિક કરવામાં આવે. જેમાં શનિવાર અને રવિવાર સંપૂર્ણ કર્ફ્યુ લગાવવામાં આવે. જેથી બિન જરૂરી લોકો રજામાં બહાર નિકળે નહિં. આ અંગેની ફોર્મ્યુઅલા તૈયાર કરવામાં આવી છે અને આવતીકાલ એટલે કે સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરવામાં આવશે.
છઠીયારડા ગામના મહંતએ જાહેર કરી મૃત્યુની તારીખ, સ્ટેજ ઉપર બેઠા-બેઠા આજે કરશે દેહ ત્યાગ
રેસ્ટોરન્ટ ઉદ્યોગને કરોડોનું નુકસાન
રાજકોટમાં રાત્રી કર્ફ્યુની જાહેરાત થતા જ રેસ્ટોરન્ટ અને હોટેલનાં વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. માત્ર રાજકોટ શહેરમાં જ 500 કરતા વધુ રેસ્ટોરન્ટો અને 400 જેટલી હોટલો આવેલી છે. રાત્રિનાં સમયગાળા સાથે જોડાયેલા તમામ વ્યવસાયો જેવા કે, હોટલો, રેસ્ટોરન્ટો, કેટરીંગ, આઇસ્ક્રિમ-ગોલ્લાનાં ધંધાર્થીને કરોડો રૂપીયાનું નુકસાન વેઠવું પડી રહ્યું હોવાનું ફુડ એન્ડ બેવરેજ એસોશિએશનનાં પ્રમુખ મેહુમ મકવાણાએ જણાવ્યું હતું. સાથે જ રાત્રી કર્ફ્યું રાત્રે 12 વાગ્યાથી લગાવવામાં આવે તો રેસ્ટોરન્ટ અને હોટલો સાથે જોડાયેલા વેઇટર અને હોટેલ સ્ટાફને પણ રોજગારી મળતી રહેશે તેવું જણાવ્યું હતું.
કોરોનાની ચેનને તોડવા ગુજરાતના આ શહેરમાં આજે જનતા કર્ફ્યુ જાહેર
વેપારીઓને પોલીસની કનડગત
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની વર્ચ્યુઅલ બેઠકમાં વેપારી સંગઠનોએ જણાવ્યું હતું કે, રાત્રી કર્ફ્યુને કારણે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ તો પોલીસ ગુનેગારો જેવું ગેરવર્તન કરે છે. જો પોલીસનું આવું જ વર્તન રહેશે તો વેપારીઓનો રોષ ભારતીય જનતા પાર્ટીને સીધી અસર કરશે તે નક્કી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube