સોશિયલ મીડિયા પર ચીમકી મળ્યા બાદ 5 તબીબોએ નોંધાવી ફરિયાદ, અપાયું પ્રોટેક્શન
- સોશિયલ મીડિયામાં પોસ્ટરના માધ્યમથી 5 ડોકટરોને બતાવવામાં કલાકાર વિરોધી બતાવવામાં આવ્યા.
- ગુજરાતમાં વધતાં કોરોનાના સંક્રમણને કારણે પાંચેય ડોક્ટરોએ મીડિયાના માધ્યમથી ચાલુ વર્ષે ગરબાની પરવાનગી ન મળે તે માટે અપીલ કરી હતી
અતુલ તિવારી/અમદાવાદ :ગરબા પ્રતિબંધના વિવાદ બાદ સોશિયલ મીડિયામાં ટાર્ગેટ થઈ રહેલા ડોક્ટોએ આખરે પોલીસનો દરવાજો ખખડાવ્યો છે. ટાર્ગેટ થઈ રહેલા ડોક્ટરોએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસ દ્વારા ટાર્ગેટ થઈ રહેલા ડોક્ટરોને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. નવરાત્રિ(navratri) માં ગરબાના આયોજનને પરવાનગી ના મળતા કેટલાક લોકોએ ડોક્ટરો વિશે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયામાં પોસ્ટરના માધ્યમથી 5 ડોકટરોને બતાવવામાં કલાકાર વિરોધી બતાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં કેટલાક લોકોએ ડોક્ટરોના ઘરે અને ક્લિનિક પર કાર્યક્રમ કરવાની ચીમકી આપી હતી. ત્યારે જાહેરહિત માટે સરકારને ગરબાની પરવાનગી ના મળે તેવી અપીલ કરનાર ડોક્ટરોએ સોશિયલ મીડિયામાં થઈ રહેલી અભદ્ર ટિપ્પણી અંગે રોષ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો : ‘બેકારી શું કહેવાય તે ભાન કરાવીએ આ ટોળકીને...’ નવરાત્રિ કેન્સલ થતા કલાકારોએ ખૂલીને કર્યો તબીબોનો વિરોધ
પાંચ તબીબો સામે વિરોધ જાહેર કરાયો
ગઈકાલે ગુજરાત સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનમાં નવરાત્રિથી લઈને દિવાળી સુધીના તહેવારો પર પ્રતિબંધ મૂક્યો છે. જેનાથી ખેલૈયાઓના મન ઉદાસ થયા છે. તો બીજી તરફ, નવરાત્રિમાં ગરબાના આયોજનને પરવાનગી ન મળવાનો મામલે કેટલાંક લોકોએ સોશિયલ મીડિયા પર ડોક્ટરોનો વિરોધ શરૂ કર્યો છે. ડોક્ટરોના ઘર અને ક્લિનિક બહાર કલાકારોના માધ્યમથી કાર્યક્રમ કરવાની ચીમકી આપી છે. સોશિયલ મીડિયા પર પાંચ તબીબોનો વિરોધ કરાયો છે. 5 ડોક્ટરોના નામ સોશિયલ મીડિયામાં લખી પોસ્ટ વાયરલ કરી છે. જેમાં ડો. મોના દેસાઈ, ડો.મુકેશ મહેશ્વરી, ડો.વસંત પટેલ, ડો.મીતાલી વસાવડા અને ડો.પ્રભાકર સામે લોકોએ આક્રોશ વ્યક્ત કરીને વિરોધ શરૂ કર્યો છે. ગુજરાતમાં વધતાં કોરોનાના સંક્રમણને કારણે પાંચેય ડોક્ટરોએ મીડિયાના માધ્યમથી ચાલુ વર્ષે ગરબાની પરવાનગી ન મળે તે માટે અપીલ કરી હતી. જેથી લોકોએ નવરાત્રિ પર મૂકાયેલ પ્રતિબંધ માટે આ તબીબોને જવાબદાર ગણાવ્યા છે. પાંચેય ડોક્ટરોને કલાકાર વિરોધી તરીકે ચીતરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ભક્તિ સાથે સોમનાથ મંદિરની આ માન્યતા પણ પ્રચલિત છે, દૂર થાય છે ક્ષય રોગ અને કોઢ રોગ
કલાકારોનો આક્રોશ ફરી જોવા મળ્યો
ડોક્ટરોએ ગરબાના આયોજન સામે કરેલા વિરોધ મામલે કલાકારોએ સૌથી પહેલા વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે નવરાત્રિ પર પ્રતિબંધ મૂકાતા કલાકારોનો આક્રોશ ખૂલીને સામે આવ્યો હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે, કોરોનાને કારણે થયેલા લોકડાઉન બાદથી હજુ સુધી સંગીતની દુનિયા સાથે જોડાયેલા કલાકારો માટે આ કપરો કાળ યથાવત રહ્યો છે. રાજ્ય સરકારે મોટા ગરબાના આયોજન પર અગાઉ જ મનાઈ ફરમાવી હતી. પરંતુ કલાકરોને અપેક્ષા હતી કે, રાજ્ય સરકાર જો શેરી ગરબાને મંજૂરી આપશે તો નાના નાના કલાકારોને જીવનદાન મળી રહેશે. પરંતુ સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ હવે કોઈપણ પ્રકારના ગરબાના આયોજન પર પણ પૂર્ણવિરામ મૂકાઈ જતા, સંગીતની દુનિયા સાથે જોડાયેલા કલાકરોમાં નિરાશા પણ વ્યાપી છે. જો કે વધતા જતા કોરોના સંક્રમણને જોતા ગરબાના મોટા આયોજકોએ પણ આ વર્ષે ગરબા માટે કાર્યક્રમ ના યોજવા અંગે અગાઉ જ સ્પષ્ટતા કરી હતી.
આ પણ વાંચો : 3 રાજ્યોમાં અદાણી ગેસએ ઘટાડ્યા CNG અને PNG ના ભાવ
મેડિકલ એસોસિયેશન સ્પષ્ટ ના પાડી હતી
શેરી ગરબાના આયોજનને લઈને ખેલૈયાઓને આશા હતી કે રાજ્ય સરકાર મંજૂરી આપશે, પરંતુ 16 ઓક્ટોબરથી અમલ થનારી રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા મુજબ કોઈપણ પ્રકારના ગરબાના આયોજનને રાજ્ય સરકારે મંજૂરી આપી નથી. આવામાં ખેલૈયાઓમાં નિરાશા પણ જોવા મળી છે, પરંતુ અનેક શહેરીજનોએ સરકાર દ્વારા કરાયેલા આ નિર્ણયને આવકાર્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન સતત વિનંતી કરી રહ્યું હતું કે, આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાને રાખતા રાજ્ય સરકાર જો ગરબાની પરવાનગી ના આપે તો જ બધા માટે હિતાવહ રહેશે. નહિ તો પરીસ્થિતિ કથળશે અને કોરોનાના જો કેસો વધશે તો દર્દીઓની સારવાર કરવા માટે મુશ્કેલી સર્જાશે એ નક્કી છે.