રાજકોટમાં અનરાધાર પાંચ ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
રાજકોટઃ શહેરમાં આજે સાંજથી જ વરસાદ શરૂ થયો હતો. વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા પાંચ ઈંચ વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વરસાદને કારણે રાજકોટ કોર્પોરેશનના કમિશનર ફિલ્મડમાં નિકળ્યા હતા. બીજીતરફ રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ કનક રોડ પર ફાયર બ્રિગેડનો ચાર્જ સંભાળ્યો છે. મહિલા કોલેજ અન્ડર બ્રિજ, લક્ષ્મીનગર નાલુ, પોપટપરા નાલુ, રેલનબર અન્ડર બ્રિજમાં પાણી ભરાયા છે. રાત્રે 8 કલાકથી શરૂ થયેલો વરસાદ અત્યારે પણ ચાલુ છે. વરસાદને કારણે ભાદર-1 ડેમમાં એક ફૂટ જેટલા નવા પાણીની આવક થઈ છે.