Dearness Allowance: ગુજરાતના અંદાજે 5 લાખ કર્મચારીઓને ખુશીના સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. ગુજરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થાને લઇને જાહેરાત કરી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના 5 લાખ સરકારી કર્મચારીઓ માટે 8 ટકા મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી શકે છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે આ મોંઘવારી ભથ્થું ગત વર્ષની માફક ત્રણ ટુકડે ચૂકવવામાં આવશે. જેને લઇને સરકાર ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં 2022 થી 34 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તેમાં 4 ટકા વધારો કરી 38 આપવામાં આવશે અને જાન્યુઆરી 2023 થી જે 38 ટકા આપવામાં આવે છે તેમાં 4 ટકાનો વધારો કરી 42 આપવામાં આવશે. 


કેન્દ્ર સરકારે માર્ચમાં કર્યો હતો મોંઘવારી ભથ્થામાં વધારો
અગાઉ 24 માર્ચે કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું 38 ટકાથી વધારીને 42 ટકા કર્યું હતું. આ પછી હવે ઉત્તર પ્રદેશ સરકાર પણ તેના પેન્શનરો અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવા જઈ રહી છે, જેનાથી લાખો કર્મચારીઓને ફાયદો થશે.


રાજ્ય સરકારના કર્મચારીઓમાં અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે, કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા ભથ્થું આપવામાં આવે છે તેમાં રાજ્ય સરકારના કર્મચારીઓને મહિનાઓ સુધી રાહ જોવી પડે છે. જેથી રાજ્ય સરકારના કર્મચારીઓને જલદીમાં જલદી મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તે પણ માંગણી કરી છે.