Gujarat Heavy Rain: ગુજરાતમાં બે દિવસ ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. ત્યારે અનેક જગ્યાએ ભારેથી હળવો વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ વીજળી પડવાના સમાચાર મળી રહ્યા છે. પોરબંદરના સોઢાણા અને સીસલી ગામમાં વીજળી પડતાં 2 લોકોનાં મોત નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે, તો સુરેન્દ્રનગરના મોકસરમાં વીજળી પડતાં એક યુવતીનું મોત થયું છે. આ સિવાય અન્ય બે મોતના અહેવાલ મળી રહ્યા છે. આમ માવઠાની વીજળીએ 3 લોકોનો જીવ લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેનો અંત હજી ભારે? અંબાજીમાં કડાકા ભડાકા, આ જિલ્લાઓમાં કરા સાથે ધમાકેદાર એન્ટ્રી


બીજી બાજુ, રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગોંડલના અનેક ગામોમાં ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. રાણસીકી ગામમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે યાર્ડમાં પડેલી જણસી પલળી ગઈ છે.


હવે તો હદ થઈ! અંતે સગીરને સાધુનો વેશ ધારણ કરી દેવાયો, સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં


પોરબંદરમાં બે લોકોનાં મોત
પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકી રહ્યો છે. સમગ્ર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વીજળી પડવાના કારણે બે લોકોના મોત થયા છે. સોઢાણા અને શીશલી ગામે વીજળી પડવાની ઘટના બની છે. વીજળી પડતાં વૃદ્ધ અને યુવાનનું મોત નિપજ્યું છે. જીવાભાઇ ગીગાભાઈ કારાવદરા(ઉં.વ.60) નું  તથા વડાળા ગામના બાલુભાઇ કારાભાઈ ઓડેદરા ( ઉ.વ.30)નું પણ ઘટનાસ્થળે મોત થયું હતું.


અહીં ફાઈવ સ્ટાર હોટલો પણ ફેલ! ગુજરાતમાં શરૂ થઈ અનોખી વૈદિક રેસ્ટોરન્ટ; સહેલાણીઓ તૂટી


સુરેન્દ્રનગરમાં ત્રણ લોકોનાં મોત
ચોટીલાના ગ્રામ્ય વિસ્તાર તેમજ મુળીના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગરના મોકસરમાં વીજળી પડતાં એક યુવતીનું મોત થયું છે. આ સિવાય અન્ય બે મોતના અહેવાલ મળી રહ્યા છે. આમ માવઠાની વીજળીએ 3 લોકોનો જીવ લીધો છે. મુળી તાલુકાના ખાટડી ગામે વીજળી પડતા આધેડનું મોત થયું હતું. બંનેની ડેડ બોડીને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મૃતકના નામ સંગ્રામભાઈ અમરાભાઈ ગલચર રબારી (ઉ.વ. ૫૭ રે.ખાટડી મુળી) અને આશાબેન મનસુખભાઈ  (ઉં.વ.18 , મોકાસર) હોવાનું સામે આવ્યું છે.


ગુજરાત ડ્રગ્સ મુક્ત થશે? સ્વરૂપવાન સ્ટેજ ડાન્સર ડ્રગ્સ અને વિદેશી દારૂ સાથે ઝડપાઈ


અમરેલીમાં મહિલા ઘાયલ
અમરેલીના બાબરા શહેરમાં એક મહિલા પર વીજળી પડતાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બપોર બાદ ભારે પવન અને વીજળીના કડકા ભડકા સાથે કમોસમી વરસાદ પડ્યો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.