અમદાવાદ : શહેરનાં પોશવિસ્તારોમાં સમાવેશ થાય છે તેવા ધરણીધરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધરણીધર વિસ્તારમાં નવકાર હોસ્પિટલ ધરાવતા ડૉ. કલ્પેશ નકુમનું પાંચ વ્યક્તિઓ દ્વારા ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે તેનું અપહરણ કરવાનું કારણ ખુબ જ ચોંકાવનારૂ છે. ડોક્ટરની બેદરકારીનાં કારણે એક મહિલાનું મોત થયું હોવાનાં કારણે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. મહિલાનાં પરિવારનું માનવું હતું કે, તબીબની બેદરકારીના કારણે જ તેનું મોત નિપજ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય સેનાની તમામ પાંખો વતી અમે Zee Media ના આભારી છીએ
ડોક્ટરનું અપહરણ કર્યા બાદ પોતાની (ડોક્ટરની) બેદરકારીનાં કારણે જ મહિલાનું મોત નિપજ્યું હોવાની કબુલાત કરાવતો વીડિયો પણ દર્દીનાં પરિવાર દ્વારા બનાવડાવવામાં આવ્યો હતો. વીડિયો બન્યા બાદ તબીબને છોડીને તેનાં અપહરણકારો નાસી છુટ્યા હતા. ફુટેજનાં આધારે 7 આરોપીઓની પોલીસે ઓળખ કરીને તેમની શોધખોળ હાથ ધરી છે. જો કે હાલ પોલીસ પણ અવઢવમાં મુકાઇ છે એક તરફ ડોક્ટરનો આોપ છે કે બંદુકની અણીએ તેણે કબુલાત કરી છે. હકીકતમાં એવું કાંઇ હતું નથી. જ્યારે બીજી તરફ ડોક્ટરનાંવીડિયો વાઇરલ થઇ રહ્યા છેજેમાં તે સ્પષ્ટ રીતે સ્વિકારે છે કે તેની બેદરકારીનાં કારણે જ મહિલાનું મોત નિપજ્યું છે.


મહેસાણાના સાંસદ દ્વારા શરણાર્થીઓનું સ્વાગત, કહ્યું મોદી સરકારને તમારી ચિંતા
શું છે સમગ્ર મામલો?
ધરણીધર વિસ્તારમાં આવેલી નવકાર હોસ્પિટલમાં ગઇકાલે શાહપુરમાં રહેતા રૂખસાના બાનુ પઠાણ નામની મહિલા સારવાર માટે આવી હતી. જ્યાં તેમને વધારે બ્લિડિંગ થતા સ્થિતી કથળી હતી. જેથી તેમને વધારે સારવાર માટે SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જો કે તેમનાં સગાનો આરોપ હતો કે નવકાર હોસ્પિટલનાં ડોક્ટર કલ્પેશ નકુમની બેદરકારીનાં કારણે મહિલાનું મોત નિપજ્યું છે. જેથી પાંચ શખ્સો દ્વારા ગાડીમાં ડોક્ટર કલ્પેશનકુમનું અપહરણ કરવામાં આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube