ભારતીય સેનાની તમામ પાંખો વતી અમે Zee Media ના આભારી છીએ

Zee Media દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો એક માત્ર ઉદ્દેશ્ય લોકો અને ખાસ કરીને ભારતીય લશ્કરનાં જવાનોને સારો સમય પસાર કરી શકે અને સંગીતની મધુર ધુનમાં પોતાનાં સમગ્ર ટેન્શન ભુલીજાય તે પ્રકારનો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ કાર્યક્રમમાં Zee Mediaના  સીઇઓ પુરૂષોતમ વૈષ્ણવ, દિક્ષીત સોની zee 24 કલાક, દુખબંધુ સેન સહિતનાં સૈન્યનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. 

ભારતીય સેનાની તમામ પાંખો વતી અમે Zee Media ના આભારી છીએ

અમદાવાદ : Zee Media દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો એક માત્ર ઉદ્દેશ્ય લોકો અને ખાસ કરીને ભારતીય લશ્કરનાં જવાનોને સારો સમય પસાર કરી શકે અને સંગીતની મધુર ધુનમાં પોતાનાં સમગ્ર ટેન્શન ભુલીજાય તે પ્રકારનો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ કાર્યક્રમમાં Zee Mediaના  સીઇઓ પુરૂષોતમ વૈષ્ણવ, દિક્ષીત સોની zee 24 કલાક, દુખબંધુ સેન સહિતનાં સૈન્યનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. 

ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું સંબોધન...
ભારતીય સૈન્યની બહાદુરી કોઇ નવી વાત નથી. આપણા દેશની એક માત્ર એવી સેના જેણે પાકિસ્તાનનાં ન માત્ર બે ટુકડા કર્યા પરંતુ વિશ્વનું સૌથી મોટુ સૈન્ય સમર્પણ પણ કરાવ્યું. કોઇ પણ રાષ્ટ્રનો ગૌરવ ત્યાંની યુવા પેઢી હોય છે. ભારતનાં સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લઇને દેશને ગુલામીની ઝંઝીરોમાંથી દેશને મુક્ત કરાવ્યો તે પણ તમારા જેવા જવાનો હતા. સેંકડો સૈનિકોએ હસતા હસતા કહ્યું, શહીદો કી ચિતાઓ પર હર બરસ મેલે, વતન પે મરનો વાલા કા યહીં બાકી નિશા હોગા. આ વિચારસરણી સાથે હજારો લોકોએ આ દેશની અખંડતા અને આઝાદી માટે બલિદાન આપ્યું. આજે આ દેશની અખંડીતતા બચાવવા માટે તમારા જેવા બહાદુર સૈનિકો રાતદિવસ મહેનત કરી રહ્યા છે. હું Zee 24 કલાકનો પણ આભારી છું તેમણે આ સુંદર આયોજન કર્યું છે. આપણી વચ્ચે આંતરિક તાલમેલ જળવાઇ રહે તે જરૂરી છે. આપણે સાથે મળીને રાષ્ટ્રની અખંડીતતા અને એકતા માટે કાર્યરત રહીશું. તમે તમામ લોકો તમારા કર્તવ્યો માટે સજાગ રહો તમારો આભાર.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news