ઝી બ્યુરો/ભરૂચ: અંકલેશ્વર તાલુકાના એક ગામની માનસિક અસક્ષમ સગીરા સાથે એક આધેડ, બે સગીર અને બે યુવા દુષ્કર્મીઓએ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ભારે વરસાદ, છતાં આ જિલ્લામાં લોકો તરસ્યા! માત્ર ત્રણ ડેમ છલકાયા, 10 ખાલીખમ


સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. જોકે તેની માનસિક અસક્ષમતાનો ગેરલાભ ઉઠાવી પાંચેય આરોપીઓએ એક વર્ષ સુધી સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. આખરે સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર ઘટના સામે આવી છે. સગીરાને ધમકાવી એક વર્ષમાં પાંચેય આરોપીઓએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે પીડિતાને ગર્ભ રહી જતા સમગ્ર ઘટના સામે આવી હતી. 


અરેરે! આ શું થયું? 150 રન થયા ત્યાં સુધીમાં 150 ઢળી પડ્યા, 4ને હોસ્પિટલ ખસેડ્યા


સગીરા પર પાંચેય નરાધમોએ એક વર્ષમાં આચરેલા દુષ્કર્મમાં હાલ તેને 6 મહિનાનો ગર્ભ છે. અંકલેશ્વર તાલુકા પોલીસે દુષ્કર્મી આધેડ, બે સગીર અને બે નરાધમ યુવાનો સામે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તેઓને હીરાસતમાં લઈ લીધા છે. પીડિત સગીરા અને આરોપીઓનું તબીબી પરિક્ષણની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચલાવાઈ રહી છે.


ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ વચ્ચે સૌથી માઠા સમાચાર; આ જિલ્લામાં બરબપોરે શરૂ થયો વરસાદ