Rain Update: ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ વચ્ચે સૌથી માઠા સમાચાર; આ જિલ્લામાં બરબપોરે શરૂ થયો વરસાદ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે બગસરાના લુંઘિયા, જાંજરીયા અને સાપર સહિતના ગામોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે

Rain Update: ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ વચ્ચે સૌથી માઠા સમાચાર; આ જિલ્લામાં બરબપોરે શરૂ થયો વરસાદ

Gujarat Rains: આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચમાં ખરાખરીનો જંગ જામવાનો છે, ક્રિકેટરસિકો મેચ જોવા આતુર બન્યા છે. બીજી તરફ વરસાદની તો કોઈ સંભાવના નથી તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે બફારાનું પ્રમાણ વધુ રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હાલ રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે બગસરાના લુંઘિયા, જાંજરીયા અને સાપર સહિતના ગામોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમરેલીના બગસરા તાલુકામાં બરબપોરે વાતાવરણમાં પલટો આવ્યો છે. લુંઘીયા, જાંજરીયા અને સાપર સહિતના ગામમાં વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, પરંતુ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

બીજી બાજુ રાજકોટ શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડ્યાં છે. ગોંડલ શહેરમાં જુદાજુદા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. માર્કેટ યાર્ડમાં ભારે વરસાદને લઈને ખુલ્લામાં પડેલ મગફળી પલળી ગઇ હતી. મોવિયા સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે. 

ગોંડલ પંથકમાં વરસાદને લઈને કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાન થયું છે. મવડી રોડ, કાલાવડ રોડ અને ગોંડલ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. નવરાત્રી પહેલા વરસાદનો માહોલે જમાવટ કરતાં નવરાત્રિમાં પણ વરસાદ રંગમાં ભંગ પાડે તેવી શક્યતા નકારી ન શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news