ઉદય રંજન/અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન કરીને 2016માં એપ્રિલ મહિના અંતમાં વહેલાલ જીઆઈડીસીમાંથી 268 કરોડનું એફેડ્રીન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ડ્રગ્સ મામલે પૂર્વ ધારાસભ્યના પુત્ર સહિત 5 લોકોને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 વર્ષની જેલ અને બે લાખનો દંડ ફટકાર્યો છે. ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રેડ કરતાં 1339.250 કિલો મેંફેડ્રીન માદક પદાર્થનો જથ્થો એડી સ્ટીલ ફેક્ટરી પાસેની કેમિકલ શેડમાં રેડ કરતા મળ્યો હતો. જેમાં આરોપીઓને પકડીને એનડીપીએસનો ગુનો દાખલ કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વહેલાલ જીઆઇડીસીમાંથી ગુજરાત એટીએસ અને ક્રાઇમબ્રાંચના સંયુક્ત ઓપરેશનમાં 268 કરોડનું મેંફેડ્રીન ઝડપાયું હતું. આ કેસની તપાસમાં ગુજરાતમાં વિવિધ પક્ષોમાં રહી ચૂકેલા નેતા ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડનું નામ ખુલ્યું હતું. ઊંચા સંપર્કો ધરાવતો કિશોરસિંહે 10 મહિનાથી ફરાર હતો. 2017માં ગુજરાત એટીએસ દ્વારા રાજસ્થાન એમ પી બોર્ડર પરથી કિશોરની કડી મળતાં 15 દિવસથી વોચમાં રહેલી એટીએસની ટીમે જાન્યુઆરીના અંતમાં કિશોર સિંહની ધરપકડ કરી હતી. એટીએસની તપાસમાં ફરાર કિશોરસિંહ અંડરવર્લ્ડના પ્રોટક્શનમાં હોવાનો ખુલાસો થયો હતો. ઉપરાંત તે એક મહિનો ચંબલની ખાડીમાં પણ છૂપાયો હોવાનું સામે આવી રહ્યું હતું.


દશેરાએ ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપે કરી હતી સમીના વૃક્ષ નીચે ‘શસ્ત્ર પૂજા’


એટીએસ અને ક્રાઇમની ટીમે સંયુક્ત ઓપરેશન કરીને 2016માં એપ્રિલ મહિના અંતમાં વહેલાલ જીઆઈડીસીમાંથી 268 કરોડનું એફેડ્રીન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. કેસની તપાસમાં કિશોર ભાવસિંહ રાઠોડ ડ્રગ્સને યુરોપીય દેશોના ડ્રગમાફિયાઓ સુધી પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે યુરોપીય દેશોના ડ્રગમાફિયાઓ અને કિશોર રાઠોડ વચ્ચેની મિટિંગ વિકી ગોસ્વામી ફિક્સ કરાવતો હોવાનું પણ સામે આ‌વ્યું હતું. જોકે ઘટના સામે આવતા કિશોર રાઠોડ અને તેનો પાર્ટનર જય મુખી બંને અંડરગ્રાઉન્ડ થતાં મહિનાઓ બાદ પકડાયા હતા. જેમાં કિશોર 10 મહિને પકડાયો હતો.


268 કરોડનું એફેડ્રીન ડ્રગ્સને ક્લરાઈઝેશન કરીને પ્યોર વ્હાઈટ પાઉડર બનાવવાની જવાબદારી આરોપી નરેન્દ્ર કાચાએ ઉપાડી હતી. ડ્રગ્સ માફિયાઓએ એકથી વધુ કેમિકલ એક્સપર્ટ પાસે એફેડ્રીનમાંથી મેથાફેટામાઈન તૈયાર કરવાનું કામગીરી ડ્રગ્સ માફિયાઓએ સોંપી હતી. જેમાં નરેન્દ્રનું સેમ્પલ પાસ કરીને તેને કામ સોંપ્યું હતું. નરેન્દ્ર દ્વારા તૈયાર થયેલા મેથાફેટામાઈનનો જથ્થો પોલેન્ડ પહોંચ્યા બાદ હવાલા મારફતે ડ્રગ્સ માફિયાઓ રૂપિયા મોકલવા ડીલ થઈ હતી.આ સમગ્ર કેસમાં ડ્રગ્સના કારોબારમાં કિશોર ભાવસિંહ રાઠોડનું નામ ખુલ્યું હતું.


રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી, થશે હજારો કિલો ઘીનો અભિષેક


પાર્ટી ડ્રગ્સ અને મેન્ડ્રક્સના નામે વેચાતા ડ્રગ્સની ડીલમાં હજારો કરોડના કારોબારમાં કિશોરસિંહ રાઠોડનું નામ ખુલ્યું હતું. શેરડી અને કેટલી વસ્તુઓનુ મિક્ષ કરીને બનતા રો મટિરિયલને એફેડ્રીન કહે છે, જે મેન્ડ્રેક્સ બનાવવા માટે ઉપયોગી છે . તેને વહેલાલ જીઆઇડીસીમાંથી મળી આવ્યું હતું. જેમાં આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કિશોરસિંહ ભાવસિંહ રાઠોડ, ભરતસિંહ રણજીતસિંહ કાઠીયા, પૂનિત રમેશ શ્રિન્ગી, જય ઉર્ફ જય મૂલજી મુખી તથા મનોજ તેરાજ જૈનને અમદાવાદ ગ્રામ્યના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજે 10 વર્ષની કેદ અને રૂ. 2 લાખનો દંડ ફટકારી જેલ હવાલે કર્યા છે. 


જુઓ Live TV:-