અંકલેશ્વરમાં 50 ની નકલી નોટ વટાવવા આવેલા ગઠીયાને ઝડપી લેવાયો
અંસારી માર્કેટ ખાતે 50 રૂપિયા નકલી નોટ વડે ખરીદી કરવા આવેલ કામરેજના ઈસમને એસ.ઓ.જી પોલીસે રંગે હાથો ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસે થી 50 ની 5644 નોટ મળી 2.82 લાખ ઉપરાંતની નકલી નોટ જપ્ત કરી તેમજ હોન્ડા યુનિકોન ગાડી મળી 3.37 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંકલેશ્વરના અંસારી માર્કેટ ખાતે 50 રૂપિયા નકલી નોટ વડે ખરીદી કરવા આવેલ કામરેજના ઈસમને એસ.ઓ.જી પોલીસે રંગે હાથો ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસે થી 50 ની 5644 નોટ મળી 2.82 લાખ ઉપરાંતની નકલી નોટ જપ્ત કરી હતી. હોન્ડા યુનિકોન ગાડી મળી 3.37 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મૂળ ભાવનગર ભેજાબાજે ધરે લેપટોપ પર 50 રૂપિયા નોટ સ્કેન કરી તેના પર નંબર સિરીઝ બનાવી પ્રિન્ટ કાઢી નોટ બનાવી હતી. જે નોટોને કટીંગ કરી તેના બંડલ સિરિયલ નંબર સાથે બનાવ્યા હતા.
ભરત ચુડાસમા/અંકલેશ્વર : અંસારી માર્કેટ ખાતે 50 રૂપિયા નકલી નોટ વડે ખરીદી કરવા આવેલ કામરેજના ઈસમને એસ.ઓ.જી પોલીસે રંગે હાથો ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસે થી 50 ની 5644 નોટ મળી 2.82 લાખ ઉપરાંતની નકલી નોટ જપ્ત કરી તેમજ હોન્ડા યુનિકોન ગાડી મળી 3.37 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંકલેશ્વરના અંસારી માર્કેટ ખાતે 50 રૂપિયા નકલી નોટ વડે ખરીદી કરવા આવેલ કામરેજના ઈસમને એસ.ઓ.જી પોલીસે રંગે હાથો ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસે થી 50 ની 5644 નોટ મળી 2.82 લાખ ઉપરાંતની નકલી નોટ જપ્ત કરી હતી. હોન્ડા યુનિકોન ગાડી મળી 3.37 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મૂળ ભાવનગર ભેજાબાજે ધરે લેપટોપ પર 50 રૂપિયા નોટ સ્કેન કરી તેના પર નંબર સિરીઝ બનાવી પ્રિન્ટ કાઢી નોટ બનાવી હતી. જે નોટોને કટીંગ કરી તેના બંડલ સિરિયલ નંબર સાથે બનાવ્યા હતા.
રાજકોટમાં વિધવા બહેન પર સગા ભાઇએ જ 16 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ,આરોપીની ધરપકડ
ભરૂચ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આગામી તહેવારોમાં જિલ્લામાં બનાવટી ચલણી નોટ બજારમાં બાંગ્લાદેશી ઈસમો તેમજ અન્ય લોકો હેરફેર કરી ફેલાવી શકે છે. તે અંગે જરૂરી સ્પેશિયલ ડ્રાઈવ યોજવા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સૂચના આપી હતી. એસ.ઓ.જી ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન વડે માહિતી એકત્ર કરી રહ્યાં હતા. તે દરમિયાન સુરતથી એક ઈસમ યુનિકોન મોટર સાઇકલ પર નકલી ચલણી નોટ લઇ અંસારી માર્કેટ ખાતે ખરીદી કરવા આવી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે આધારે પોલીસે પાનોલી વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 48 પર અલગ અલગ સ્થળે ટીમ દ્વારા વોચ ગોઠવામાં આવી હતી.
મારા રાજમાં કોંગ્રેસી ધારાસભ્યો માટે ભાજપના દરવાજા બંધ, ખરીદ વેચાણ કોંગ્રેસની ટેવ: સી.આર
જેમાં માહિતીના આધારે યુનિકોર્ન ગાડી લઇ આવતા ઈસમ નજરે પડતા પોલીસે તેને પાનોલી નજીકથી ઝડપી પાડ્યો હતો. તેની પાસે રૂપિયા 50 ના દરની 5644 નોટો મળી આવી હતી. જે આધારે પ્રાથમિક પોલીસે મૂળ ભાવનગરના નંદનવન સોસાયટી કાળીયાબીડ ખાતે રહેતા અને હાલ સુરત કામરેજના મોરથાણા પ્લોટ ફળીયામાં રહેતા જીગ્નેશ નટુભાઈ રાણીંગાની અટકાયત કરી હતી. નોટ અંગે એફ.એસ.એલ તેમજ બેંક ઓફ બરોડાના મેનેજર પાસે ખરાય કરાવતા નોટ નકલી હોવાનું બહાર આવતા પોલીસે તેની વિધિવત અટાયટ માટે કોરોના ટેસ્ટ કરાવ્યો. જે નેગેટિવ આવતાજ તેની ધરપકડ કરી અને તેની વધુ પૂછપરછ આરંભી છે. પોલીસે આરોપી સાથે અન્ય કોઈ ઈસમ સામેલ છે કે કેમ તેમજ આ પહેલા ક્યાં ક્યાં નોટ વટાવી છે જે અન્વયે માહિતી કઢાવવા માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube