વડોદરામાં આજે નવા 50 કેસ નોંધાયા, 3 લોકોના મૃત્યુ
વડોદરામાં કોરોના વાયરસના નવા 50 કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 2228 પર પહોંચી ગઈ છે.
રવિ અગ્રવાલ/વડોદરાઃ ગુજરાતમાં કોરોના સંક્રમણનો (Corona Virus) વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરા સૌથી વધુ સંક્રમિત શહેર છે. વડોદરા આરોગ્ય વિભાગના મેડિકલ બુલેટિન પ્રમાણે નવા 50 કેસ નોંધાયા છે. તો આજે કુલ ત્રણ લોકોના મૃત્યુ થયા છે.
વડોદરામાં 54 લોકો ડિસ્ચાર્જ
વડોદરામાં કોરોના વાયરસના નવા 50 કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 2228 પર પહોંચી ગઈ છે. તો આજે વધુ ત્રણ લોકોના મૃત્યુ થતાં મૃત્યુઆંક 53 પર પહોંચ્યો છે. તો કોરોનાથી આજે 53 લોકો સાજા થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધી કુલ 1563 લોકો રિકવર થયા છે.
વડોદરા: ફતેહગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી બી ગોહિલની રાતોરાત બદલી
પાદરામાં નવા 6 કેસ
વડોદરાના પાદરામાં પણ કોરોનાનું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. આજે નવા 6 કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 104ને પર પહોંચી ગઈ છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube