રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના ફેમસ સુરસાગર તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. જેના માટે કોર્પોરેશન જવાબદાર હોવાનું ખૂલ્યુ છે. કોર્પોરેશનના પાપે સુરસાગર તળાવમાં એકસાથે 5000 માછલાના મોત થયા છે. ઓક્સિજન ઘટી જતા એકસાથે 5000 માછલા મોતને ભેટ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માછલીઓના મોત પાછળ કોર્પોરેશન જવાબદાર હોવાનો ઘટસ્ફોટ થયો છે. સુરસાગર તળાવમાં એરેશનનો ઈજારો પૂરો થયો હતો. જેના બાદ 20 દિવસથી ઓક્સિજન અપાયો ન હતો. ઓક્સિજનના અભાવે માછલાઓ ટળવળીને મોતને ભેટ્યા હતા. તળાવમાં ડીઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ 8 ppm હોવું જોઈએ, તેને બદલે 4.1 ppm કરતાં પણ નીચે જતું રહ્યું હતું. ઓક્સિજનની માત્રા ઘટી જતાં 5000 માછલીઓના મોત થયા હતા. 


આ પણ વાંચો : મોદી સરકારના 8 વર્ષ : PM તરીકે તેમણે આપેલી ભેટોએ ગુજરાતની કાયાપલટ કરી નાંખી


સુરસાગર તળાવમાં એટલા બધા માછલાના મોત થયા, કે તળાવમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. સ્થાનિકો દ્વારા આ મામલે ફરિયાદ કરાઈ હતી. જેના બાદ આજે 55 કોથળા ભરીને મરેલી માછલીઓ બહાર કઢાઈ હતી. અરેરાટી થઈ જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. 


5000 માછલાઓા મોત બાદ હવે તંત્ર મોડેમોડે જાગ્યુ છે. કોપોરેશનનું તંત્ર આજે સુરસાગર તળાવમાંથી પાણીના સેમ્પલ લેવાની કામગીરી કરશે. મેયર કેયુર રોકડીયાએ આ મામલે કહ્યુ કે, માછલીઓના મોતની માહિતી મળી છે. તપાસના આદેશ આપવામાં આવ્યા, ફરીથી તળાવમાં ફુવારા ચાલુ કરી કોન્ટ્રાકટ રિન્યુ કરીશું. 


તો બીજી તરફ, સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ માછલીઓના મોત મામલે પાલિકાના શાસકો, અધિકારીઓ જવાબદાર હોવાનુ જાણાવ્યુ. તેઓએ અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ કરી. 


આ પણ વાંચો : 


શિક્ષક પર હેવાનિયતનું ભૂત સવાર થયું, વિદ્યાર્થીનીનો વોશરૂમનો વીડિયો ઉતારી બ્લેકમેલ કરીને દુષ્કર્મ કર્યુ


અત્યંત શોકિંગ!!! ખેડામાં મોબાઈલ ગેમ રમવા સગીર ભાઈએ 11 વર્ષના ભાઈની હત્યા કરી