અત્યંત શોકિંગ!!! ખેડામાં મોબાઈલ ગેમ રમવા સગીર ભાઈએ 11 વર્ષના ભાઈની હત્યા કરી
એક સમય હતો જ્યારે માતાપિતા ઘરની બહાર હોય તો મોટા ભાઈ-બહેન નાના ભાઈ-બહેનને સાચવતા, પણ અહી તો એક સગીર ભાઈએ મોબાઈલની લ્હાયમાં નાના ભાઈને પથ્થર માર્યો, અને બાદમાં બેભાન અવસ્થામાં હાથપગ બાંધી કૂવામાં ફેંકી દીધો
Trending Photos
નચિકેત મહેતા/ખેડા :મોબાઈલમાં યુગમાં નવી પેઢી લાગણીવિહીન બની રહી છે. મોબાઈલમાં ખોવાયેલા રહેતા બાળકોના માતાપિતા માટે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખેડામાં મોબાઈલ ગેમ રવાને લઈને ભાઈએ ભાઈની હત્યા કરી છે. એટલુ જ નહિ, 11 વર્ષના કિશોરની હત્યા કરીને સગીર ભાઈએ તેની લાશ કૂવામાં ફેંકી દીધી હતી.
ખેડા જિલ્લાના ગોબલેજ ગામની આ ઘટના છે. એક પરિવારે પોતાના 11 વર્ષના દીકરાના મીસિંગની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. કિશોર બે દિવસથી ગુમ હતો, અને ક્યાંય મળતો ન હતો. મૃતક બાળકની પરિવારજનોએ શોધખોળ કરતા ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી. ત્યારે ભારે શોધખોળ બાદ બે દિવસ બાદ પોલીસને એક કૂવામાંથી સગીર બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે વધુ તપાસ કરતા કિશોરની હત્યાનો ભેદ ખૂલ્યો હતો. પિતરાઈ મોટા ભાઈએ નાના ભાઈને માથાના ભાગે પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.
તપાસ કરતા માલૂમ પડ્યુ કે, મોબાઈલમાં ગેમ રમવાના વારાને લઈ મનદુઃખ થતા 17 વર્ષીય મોટા ભાઈએ 11 વર્ષના નાના ભાઈની હત્યા કરી હતી. સગીર ભાઈએ નાના ભાઈને માથામાં પથ્થર માર્યો હતો. તેના બાદ બેભાન અવસ્થામાં હાથ પગ બાંધી ઘર નજીકમાં આવેલ કૂવામાં ફેંકી દીધો હતો.
ખેડા ટાઉન પોલીસે સગીર યુવક સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, બાળકને મોબાઇલમાં ગેમ રમતા માટે મોબાઈલ આપતા માતાપિતા આ ચેતવણીરૂપ કિસ્સો છે. એકસાથે નોકરી કરતા માતાપિતા બાળકો પર ખાસ ધ્યાન આપી શક્તા નથી, જેને કારણે એકલા રહેતા સંતાનો સ્વભાવે જિદ્દી અને ઉગ્ર બની જાય છે. તેમાં પણ મોબાઈલને કારણે નવી જનરેશનનું બાળપણ છીનવાઈ રહ્યું છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે