56ની છાતી ગધેડાની હોય પણ ભક્તોને ખબર પડતી નથી: અર્જુન મોઢવાડીયા
બનાંસકાઠા બેઠક પર કોંગ્રેસ દ્વારા ફુલ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ડીસામાં કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા એક વિવાદિક નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. તેમણે ભાષણ આપતા વડાપ્રધાન મોદી પર પ્રહારો કરતા કહ્યું કે, 56ની છાતી ગધેડાની હોય પણ ભક્તોને તેની ખબર પડતી નથી.
અલ્કેશ રાવ/બનાસકાંઠા: બનાંસકાઠા બેઠક પર કોંગ્રેસ દ્વારા ફુલ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ડીસામાં કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા એક વિવાદિક નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. તેમણે ભાષણ આપતા વડાપ્રધાન મોદી પર પ્રહારો કરતા કહ્યું કે, 56ની છાતી ગધેડાની હોય પણ ભક્તોને તેની ખબર પડતી નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, મોદી સાહેબ રોજ ભવાઈના ખેલ થતાં હોય તેમ રોજ નવા ખેલ કરીને શૂરાતન ચડાવે છે. નોટબંધી વખતે લોકો બેંકોની લાઈનોમાં ઉભા રહીને મોદી સાહેબને મણ મણની ચોપડાવતા હતા. એ વખતે મોદી સાહેબને નાટક સુઝ્યું અને તેમની માતાને પણ લાઈનમાં ઉભા રાખ્યા હતા.
લોકસભા ચૂંટણી 2019 અર્જુન મોઢવાડિયાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું, જુઓ શું કહ્યુ
વધુમાં તેમણે પ્રહાર કરતા કહ્યું કે, હું જો મારી બાને લાઈનમાં ઉભા રાખું તો મને લોકો નપાવટ કહે, મોદી સાહેબ રોજ પાકિસ્તાનના નામની રાડો ફૂટે છે. જો રાહુલ ગાંધીની સરકાર બનશે તો દેશમાં બે બજેટ બનશે એક દેશનું બજેટ અને એક કૃષિ અને ખેડૂતોનું. અર્જુન મોઢવાડિયા દ્વારા આ પ્રકારનું નિવેદન કરતા રાજકારણ ગરમાયું છે.