અમદાવાદ : આમ આદમી પાર્ટી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને ભાજપ સરકાર દ્વારા શૌચાલય બનાવીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ગુજરાત આપ દ્વારા કરવામાં આવ્યો હતો. આપે આક્ષેપ કર્યો કે, રાજ્યમાં 567કરોડનું શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડમાં ગાંધીનગરમાં બેઠેલા કદ્દાવર નેતાઓથી જ થાય છે. દરેક જિલ્લામાં ભાજપના સ્થાનિક નેતાઓ અને ગાંધીનગરમાં બેઠેલા નેતાઓનો સંપર્ક થાય છે. અગાઉ વિજય રૂપાણી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં કૌભાંડ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ કમિશ્નરે ક્રાઇમબ્રાંચને ઉઘરાણી શાખા બનાવી દીધી હતી, અત્યાર સુધીમાં 1 હજાર કરોડ ઉઘરાવ્યા


ભાજપ સરકારમાં શૌચાલયના ભ્રષ્ટાચાર મુદ્દે પાર્ટીના મહામંત્રી સાગર રબારી અને કિસાન સંગઠનના પ્રમુખ રાજુ કરપડાએ પત્રકાર પરિષદ આયોજીત કરી હતી. ભાજપ સરકાર દ્વારા લાગુ કરાયેલ મહત્તમ યોજનાઓમાં કૌભાંડો જ થાય છે. કોઇ પણ યોજના આવે તે નાગરિકોનાં હિત માટે હોય કે ન હોય પરંતુ તે ભાજપના હિતમાટે તો જરૂર હોય જ છે. કિસાન સન્માન નિધિ, પાક વીમા યોજના હોય, મનરેગા હોય કે બેરોજગાર રોજગાર હોય તમામ યોજનાથી લોકોને ફાયદો થાય કે ન થાય પરંતુ ચોક્કસ પક્ષ અને તેના કાર્યકર્તાઓના ઘર ભરાય છે. 


પારિવારિક કારણોથી ગુજરાતમાં બે યુવાનોની આત્મહત્યા, પરિવારજનો પર આભફાટ્યું


આમ આદમી પાર્ટી કિસાન સંગઠન દ્વારા શૌચાલયમાં થયેલા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગરમાં બેઠેલા કદ્દાવર નેતાઓની છત્રછાયા હેઠળ ભ્રષ્ટ અધિકારીઅને કૌભાંડી નેતાઓની મિલીભગથી 567 કરોડથી વધારેનું કૌભાંડ થયાની આશંકા છે. કૌભાંડ આચરવા માટે લાભાર્થીઓના ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ, કેટેગરી અને ઘરના અન્ય સભ્યોનાં નામ બદલીને અનેક વખત ઉપયોગ કરવામાં આવ્યા. એકનું એક શૌચાલય બેથી ચાર વખત બતાવીને એક જ શૌચાલય બેથી ચાર વખત પૈસા ચુકવવામાં આવ્યા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube