પારિવારિક કારણોથી ગુજરાતમાં બે યુવાનોની આત્મહત્યા, પરિવારજનો પર આભફાટ્યું

નવસારીમાં પારિવારિક કારણોથી કંટાળીજઇને એક યુવકે મમ્મીને સાચવજો તેવો અંતિમ મેસેજ લખીને આત્મહત્યા કરી લીધી હતી. નવસારી શહેરના ધર્મીનનગર વિસ્તાર નજીક 24 વર્ષીય યુવાને પોતાના બેડરૂમમાં ગળેફાંસો ખાઇને જીવ ટુંકાવ્યું હતું.શહેરમાં આવેલા ધર્મીનગર નજીક સરદાર હાઇટ્સના પૂર્ણા બિલ્ડિંગમાં રહેતા 24 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. પૂર્ણા બિલ્ડિંગના 7 મા માળે રહેતા શ્રેયસની માતા રસોડામાં કામ કરતા હતા. ત્યારે યુવકે પોતાના જ રૂમમાં પુરાઇને આ પગલું ભર્યું હતું. જો કે પરિવારનાં એકમાત્ર મોભે આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. 

પારિવારિક કારણોથી ગુજરાતમાં બે યુવાનોની આત્મહત્યા, પરિવારજનો પર આભફાટ્યું

અમદાવાદ : નવસારીમાં પારિવારિક કારણોથી કંટાળીજઇને એક યુવકે મમ્મીને સાચવજો તેવો અંતિમ મેસેજ લખીને આત્મહત્યા કરી લીધી હતી. નવસારી શહેરના ધર્મીનનગર વિસ્તાર નજીક 24 વર્ષીય યુવાને પોતાના બેડરૂમમાં ગળેફાંસો ખાઇને જીવ ટુંકાવ્યું હતું.શહેરમાં આવેલા ધર્મીનગર નજીક સરદાર હાઇટ્સના પૂર્ણા બિલ્ડિંગમાં રહેતા 24 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. પૂર્ણા બિલ્ડિંગના 7 મા માળે રહેતા શ્રેયસની માતા રસોડામાં કામ કરતા હતા. ત્યારે યુવકે પોતાના જ રૂમમાં પુરાઇને આ પગલું ભર્યું હતું. જો કે પરિવારનાં એકમાત્ર મોભે આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. 

ટાઉન પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર શ્રેયસ પારિવારિક તણાવ હેઠળ આવી ગયો હતો. માતા-પિતાના સંબંધોમાં કડવાશ આવી જવાના કારણે બંન્નેના છુટાછેડાની પ્રક્રિયા ચાલી રહી હતી. જેના પગલે યુવક પહેલાથી જ દબાણમાં હતો. તેવામાં બહેને પણ પ્રેમલગ્ન કરતા તે વધારે ટેન્શનમાં આવી ગયો હતો. આખરે તેને કોઇ જ રસ્તો નહી સુજતા તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું હાલ પોલીસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

અન્ય એક ઘટનામાં કડીના આંદુદરા કેનાલ નજીક 45 વર્ષીય વ્યક્તિએ પોતાની જ રિવોલ્વરમાંથી ગોળી મારીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. કેનાલ પાસે પાર્ક ગાડીમાં 12 બોરની લાયસન્સવાળી રિવોલ્વર દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. મૃતકનું નામ પરેશ ચંદુભાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક આંદુદરાનો રહેવાસી અને હાલ કડીના ધરતી સિટીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોતે જીવનથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news