ગાંધીનગર: રાજ્યમાં આજ રોજ 580 નવા દર્દી નોંધાયા છે. જ્યારે બીજી તરફ 532 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,51,179 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 18 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનાં 8, સુરત કોર્પોરેશન 3, અરવલ્લી 2, ભરૂચમાં 2, મહેસાણામાં 1, બનાકાંઠામાં 1, પાટણમાં 1 થઇને કુલ 18 લોકોનાં મોત નિપજ્યાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1772 પર પહોંચ્યો છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,34,424 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,39,792 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3632 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GPCB ના ક્લાસ વન અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ, ધરાવે છે કરોડોની સંપત્તી


આજના રાજ્યમાં કુલ 532 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 202, સુરત કોર્પોરેશન 135, વડોદરા કોર્પોરેનનાં 93, સુરતમાં 14, ભરૂચ 3, અમદાવાદમાં 8, વડોદરામાં 8, ગાંધીનગરમાં 11, રાજકોટ કોર્પોરેશન 4, આણંદમાં 10, પાટણમાં 8, જામનગર કોર્પોરેશનમાં 1, ભાવનગર કોર્પોરેશન 1, સુરેન્દ્રનગર 3, ખેડા 5, અમરેલીમાં 2, ગાંધીનગર કોર્પોરેશન 2, પંચમહાલ 7, કચ્છમાં 3, અરવલ્લીમાં 8, સાબરકાંઠામાં 1, બનાસકાંઠામાં 2, જૂનાગઢમાં 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. 


જસદણ: જૂના રેલવે સ્ટેશન પાસે પેટ્રોલપંપમાં નોકરી કરતા યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું


રાજના રાજ્યમાં 580 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 205, સુરત કોર્પોરેશન 161, વડોદરા કોર્પોરેશન 35, સુરત કોર્પોરેશન 21, ભરૂચ 16, અમદાવાદ 14, વડોદરા 10, ગાંધીનગર 10, રાજકોટ કોર્પોરેશન 8, આણંદ 8, પાટણ 8, જામનગર કોર્પોરેશન 7, મહેસાણામાં 7, ભાવનગર કોર્પોરેશન 6, સુરેન્દ્રનગરમાં 6, નર્મદામાં 6, રાજકોટમાં 5, ખેડા 5, અમરેલી 5, ગાંધીનગર કોર્પોરેશન 4, પંચમહાલ 4, નવસારીમાં 4, કચ્છમાં 3, જૂનાગઢ કોર્પોરેશન 2, ભાવનગર 2, બોટાદ, જામનગર, દાહોદ, છોટાઉદેપુર, મોરબીમાં 2-2, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં 1-1 કેસ દાખલ થયા છે. જ્યારે અન્ય રાજ્યનાં 5 કેસ દર્શાવવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ કુલ કુલ એક્ટિવ કેસ 6348 છે. જેમાં વેન્ટીલેટર પર 61 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ 6287 દર્દીઓ છે. જ્યારે 22,038 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો કુલ મૃત્યુઆંક 1772 પર પહોંચ્યો છે.


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube