રાજકોટ : અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે મોડીસાંજે કોમી અશાંતિનો બનાવ બનવા મુદ્દે સરકાર દ્વારા તત્કાલ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારે પોતે ફરિયાદી બનીને આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી પોલીસ દ્વારા તત્કાલ 2 હજારનાં ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉપરાંત 59 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમના રિમાન્ડ મેળવવા માટે વધારે લોકોની ઓળખ માટે કોર્ટમાં રજુ કરવા માટેની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાયરા દુષ્કર્મ કેસમાં એટ્રોસિટી, દુષ્કર્મ, અપહરણ અને હત્યાની કલમો રદ્દ કરવા SITની ભલામણ
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બનાવનું કારણ એવું છે કે, મુસ્લિમ સમાજના ઇમરાન ઉસ્માન મન્સુરીનાં મોટર સાયકલ સાથે સંદીપ ભીમજીભાઇ શિયાળ તથા તેની સાથેના માણસોની મોટર કારનાં અકસ્માતના કારણે બંન્ને સમાજનાં આગેવાનોએ કાવત્રુ રચીનેને સામાન્ય લોકોને ઉશ્કેર્યા હતા. જેના પગલે બંન્ને કોમના સેંકડોનાં ટોળા સામ સામે આવી ગયા હતા. આ ટોળુ જોત જોતામાં એક બીજાની સામે સુત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. સ્થિતી અત્યંત ગંભીર બની ગઇ હતી.


અરવલ્લી: દુષ્કર્મ, અપહરણ અને હત્યાનાં આરોપ ખોટા, યુવતી કરતી હતી બ્લેકમેઇલ
બંન્ને કોમના ટોળાઓ એકબીજાની સામ સામે આવીને એક બીજાની કોમો વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ સુત્રોચ્ચાર બાદ સ્થિતી વધારે ગંભીર બની હતી. ત્યાર બાદ મામલો વધારે ગંભીર બનતા એક બીજાને ગાળો આપવા લાગ્યા હતા અને પથ્થરમારો કરવા લાગ્યા હતા. ત્યાર બાદ જો કે પોલીસે સ્થિતી પર કાબુ મેળવી લીધો હતો. હાલ તો 59 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube