અરવલ્લી: દુષ્કર્મ, અપહરણ અને હત્યાનાં આરોપ ખોટા, યુવતી કરતી હતી બ્લેકમેઇલ
Trending Photos
સમીર બલોચ/અરવલ્લી: જીલ્લાના મોડાસાના સાયરા ગામની યુવતીના અપમૃત્યુના મામલામાં એસઆઇટીની તપાસમાં વળાંક આવ્યા બાદ આખરે હવે તેના પરીવાર જનોએ પણ સંતોષ દર્શાવ્યો છે. આ તપાસથી સાચા આરોપીઓને સજા સાચા ગુન્હામાં થશે. મોડાસા કોર્ટમાં આજે સીઆઇડી ક્રાઇમે જીગર ભરવાડ અને દર્શન ભરવાડને ગંભીર ગુન્હાઓમાંથી મુક્ત કરવા સ્વરુપ અરજી આપી હતી. જેને લઇને આરોપીઓને જાણે કે બે માસ બાદ હાશકારો થયો હતો.
અરવલ્લી જીલ્લાના મોડાસાના સાયરા નજીક એક ઝાડ પરથી બે માસ અગાઉ યુવતીની લાશ મળી આવવાના મામલે ભારે વિવાદ સર્જાયો હતો. જેને લઇને સ્થાનિકથી લઇને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના નેતાઓએ પણ પોતાની પ્રતિક્રીયાઓ આપી હતી. જે અંગે કેન્દ્રના બે આયોગોએ પણ જુદી જુદી વિરોધાભાસી પ્રતિક્રીયાઓ પણ રજુ કરી હતી. આ મામલો જાણે કે ખુબ જ ગંભીર સ્વરુપે પહોંચ્યો હતો પરંતુ આખરે અરવલ્લી પોલીસની પ્રાથમિક તપાસની દીશામાં જ સીઆઇડી ક્રાઇમની એસઆઇટી ચાલી હોય એમ આખરે હત્યા અને સામુહીક દુષ્કર્મને લઇને હવે ફરીયાદ પક્ષે રજુ કરેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાના કોઇ જ પુરાવા નહી મળ્યા હોવાને લઇને હવે એક આરોપી બીમલ ભરવાડ વિરુધ્ધ દુષ્પ્રેરણના ગુન્હા હેઠળ તપાસ હાથ ધરવામાં આવશે. આ માટે સીઆઇડી ક્રાઇમે મોડાસા કોર્ટને અરજી આપી હતી. જોકે કોર્ટે અરજીનો સ્વીકાર કર્યો હતો અને હવે તે દીશામાં કાર્યવાહી હાથ ધરવા માટે આગામી ગુરુવારે કાર્યવાહી ચલાવાશે.
સુરત: તરૂણીને યુવકે કહ્યું હું કુંવારો છું અને પાટણ આપણે ફરવા જવાનું છે પણ...
જો કે આ આ અંગે પીડીતાના પરીવારે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. જોકે શરુઆતમાં લાશ મળ્યા બાદ પીડીતાના પરીવારજનોએ ન્યાયીક તપાસની માંગ કરીને લાશનો અસ્વીકાર કર્યો હતો. પોસ્ટમોર્ટમ કરવાથી પણ વિરોધ દર્શાવ્યો હતો. જો કે બાદમાં પોલીસે પરીવારજનોની માંગ મુજબ અને પરીવારજનોએ કરેલા આરોપો મુજબ પોલીસ ફરીયાદ દાખલ કરી હતી. જેમાં ચાર શખ્શો સામે યુવતીનુ કારમાં અપહરણ કરીને યુવતીને પાંચેક દીવસ સુધી ગોંધી રાખીને તેની પર સામુહીક દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. બાદમાં હત્યા કરીને લાશને ઝાડ પર લટકાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અનુસુચીત જાતીની યુવતીની સાથે ગંભીર ઘટના ઘટી હોવાને લઇને આ મામલે સમાજના લોકો અને આગેવાનો પણ રસ્તા પર આવીને પોલીસ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો.
રમીલાબેન બારા 3 વખત ચૂંટણીમાં હારી જવા છતા ભાજપે આપ્યું અમુલ્ય ઇનામ કારણ માત્ર અને માત્ર 'વફાદારી'
ન્યાયીક તપાસની માંગ પર અડ્યા રહ્યા હતા. જોકે આ બધીજ વાત બાદ હવે હવે પરીવાર જનોએ સીઆઇડી ક્રાઇમ દ્રારા એસઆઇટીના ગઠન કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એસસાઇટીએ આખોય મામલો સામુહીક દુષ્કર્મ અને હત્યાનો નહી પરંતુ દુષ્પ્રેપરણ એટલે કે ત્રાસ ગુજારવાથી આત્મહત્યા કરાઇ હોવાની દીશામાં તપાસ હાથ ધરતી કાર્યવાહીનો વળાંક લીધો હતો. જોકે હવે એસઆઇટીની તપાસને લઇને પરીવારજન ફરીયાદીએ સંતોષ વ્યક્ત કર્યો છે, અને હવે સાચા ગુન્હામાં આરોપીને સજા મળશે જ તેવી આશા વ્યક્ત કરી છે. શરૂઆતમાં વિરોધનો સુર ઉઠવા પામ્યો હતો, પરંતુ હવે પરીવારે પણ એસઆઇટીની વળાંક લેતી તપાસને લઇને સંતોષ વ્યક્ત કર્યો છે. જેને લઇને હવે આખોય મામલો હવે ગંભીરતાના પાટેથી ઉતરીને સ્વાભાવિક વાતને સ્વીકારવાની વાત સમાન પરીવારજનોની આશા અને સંતોષ ને લઇ લાગી રહ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે