અમદાવાદ એરપોર્ટ પરથી યુવતીઓને મોકલાતી દુબઇ, બે મહિલા સહિત 6ની ધરપકડ
અમદાવાદ એરપોર્ટ પરથી નેપાળી યુવતીઓને નેપાળ એમ્બેસીના બોગસ લેટરના આધારે આફ્રિકાના અને ખાડીના દેશોમાં ડાન્સર તરીકે મોકલવાના નેટવર્કમાં ક્રાઇમ બ્રાંચે બે મહિલા સહિત 6 એજન્ટોની ધરપકડ કરી છે.
મૌલિક ધામેચા, અમદાવાદ: નેપાળની ડાન્સર યુવતીઓને નકલી NOCથી દુબઇ અને ઇસ્ટ આફ્રિકાના યુગાન્ડાની કલબોમાં મોકલવાનો નેટવર્કનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પરથી નેપાળી યુવતીઓને નેપાળ એમ્બેસીના બોગસ લેટરના આધારે આફ્રિકાના અને ખાડીના દેશોમાં ડાન્સર તરીકે મોકલવાના નેટવર્કમાં ક્રાઇમ બ્રાંચે બે મહિલા સહિત 6 એજન્ટોની ધરપકડ કરી છે. જાણો કેવી રીતે ચાલતું હતું આ સમગ્ર નેટવર્ક....
નેપાળનું ડુપ્લિકેટ NOC બનાવવાના કૌભાંડમાં એજન્ટ રામુ પ્રજાપતિ અને અસરાર અહેમદ ઉર્ફે હાફિઝ અન્સારીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. જોકે મુખ્ય સૂત્રધાર અને દુબઇમાં કલબ ચલાવતો બિહારનો ગોપાલ શેલાની ભારતના એરપોર્ટથી યુવતીઓને બોલાવતો હોવાની વાત સામે આવી છે. જેને પકડી પાડવા પોલીસે પ્રયત્નો શરૂ કર્યા છે. આ સમગ્ર રેકેટ આફ્રિકાના દંપતિ સહિત 6 લોકો ચલાવતા હોવાનું સામે આવ્યું છે.
[[{"fid":"195886","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
નેપાળની ડાન્સર યુવતીઓને ગોપાલ શેલાની દુબઇ અને યુગાન્ડાના ધીરજ ઇસ્ટ આફ્રિકામાં કોન્ટ્રાક્ટથી લઇ જતો હતો. દુબઇથી ગલ્ફ અને આફ્રિકન કન્ટ્રીઝમાં જવા માટે નેપાળ સરકારનું NOC મેળવવું પડે છે. તે માટે દોઢ-બે લાખનો ખર્ચ થાય છે. તેના બદલે રૂપિયા એક લાખ યુવતીઓ પાસેથી પૈસા વસૂલી નકલી NOCથી દુબઇ મોકલવાનું કૌભાંડ ક્રાઇમ બ્રાંચે પકડ્યું છે.
વધુમાં વાંચો: પાકિસ્તાનના બે રેસલર્સે ગુજરાતીઓને કુત્તા, સુવ્વર કહીને ધમકીભર્યો વીડિયો મોકલ્યો
ક્રાઇમ બ્રાંચે દાવો કર્યો છે કે ગોપાલ અને તેની ટોળકી ત્રણ વર્ષથી આ રીતે નેપાળથી યુવતીઓને ભારત બોલાવી જુદા જુદા એરપોર્ટથી ગલ્ફ કન્ટ્રી, ઇસ્ટ આફ્રિકાના દેશોમાં મોકલતી હતી. ત્યારે ક્રાઇમ બ્રાંચ કબૂતરબાજી ગણાવે છે તેવા આ કૌભાંડમાં નેપાળ સરકારને ચૂનો ચોપડવાનું ષડયંત્ર જણાવી રહ્યું છે.
વધુમાં વાંચો: દુકાળમાં અધિક માસ: ચોકીદારની ભૂલથી આખો વિસ્તાર ઘૂંટણસમા પાણીમાં ડૂબ્યો!!!
બિહારનો અને દુબઇથી રોયલ એસ્કોર્ટ હોટલમાં મહેફિલ નામની કલબ અને પનામાં ગ્રાન્ડ હોટલમાં મીર્ચી ગોલ્ડ કલબ ધરાવતા ગોપાલ શેલાનીના બે એડન્ટ અમદાવાદનો રામુ પ્રજાપતિ અને મુંબઇનો અસરાર અનસારી કાર્યરત હતા. જે રવિવારના રોજ પાંચ નેપાળી યુવતીઓને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી દુબઇ અને ઇસ્ટ આફ્રિકાના યુગાન્ડા ખાતે લઇ જવાના હોવાની બાતમી મળી હતી.
વધુમાં વાંચો: જસદણમાં ‘જો ભાજપ જીતે તો અને કોંગ્રેસ જીતે તો’ આવા સમીકરણો સર્જાશે
બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે અમદાવાદ એરપોર્ટ ઉપરથી પાંચ નેપાળી યુવતી અને બે એજન્ટને પકડી પાડ્યા હતા. આ યુવતીઓને દુબઇ અને ઇસ્ટ આફ્રિકા જવા માટે ફરજિયાત નેપાળ એમ્બેસીના ડુપ્લિકેટ NOCથી મોકલવાનું કૌભાંડ ખુલયું છે.