ઝી મીડિયા/બ્યૂરો :દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં કોરોના ધીમે ધીમે પગપેસારો કરી રહ્યો છે. તેમાં પણ સુરતમાં પણ કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. ત્યારે આજે ભરૂચમાં જિલ્લામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચમાં પોઝિટિવ કેસના આંકડા રોજેરોજ વધી રહેવાથી વહીવટી તંત્રમાં દોડધામ મચી છે. ભરૂચનો નામચીન બુટલેગર નયન કાયસ્થ પણ કોરોનો પોઝિટિવ આવ્યો છે. ગઈ કાલે LCB દ્વારા તેની ધરપકડ કરીઈ હતી. તેના રિપોર્ટથી પોલીસ તંત્રમાં ખળભળાટ થઈ રહ્યો છે. 


Breaking : આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ, ભરૂચ શહેરમાં 2, તાલુકામાં 1 અને નેત્રંગ ખાતે 2 કેસ નોંધાયા છે. તો મુંબઈથી શિપમાં આવેલ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 83 પર પહોંચ્યો છે. 


ભરૂચના નેત્રંગમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 2 સંતોને પણ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ થયો છે. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ શ્રી રંગ દર્શન સોસાયટીમાં પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે કે, પીપલીયા ખાતે 2 દિવસ અગાઉ પોઝિટિવ આવેલ બે સગા ભાઈના માતાને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. 


પરોઢિયે વરસેલા 2 ઈંચ વરસાદે આખા અમદાવાદને ધમરોળી નાંખ્યું, લોકોના ઓટલા સુધી પાણી ભરાયા


તો સુરતમાં પુનાગામ વિસ્તારમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. ગંગાપાર્ક સોસાયટીમાં આધેડને કોરોના પોઝિટિવ નોંધાયો છે. કોરોના પોઝીટીવ દર્દીને આઇસોલેશન હેઠળ ખસેડવામાં આવ્યો છે. જેથી તેમના પરિવારના સભ્યોને કરાયા ક્વોરેન્ટાઇન કરાયા છે. ઘરનો આધારસ્તંભ ગણાતા મોભીને કોરોના પોઝીટીવ આવતા પરિવાર ચિંતિત બન્યો છે. તો સ્થાનિક કોંગી કોર્પોરેટરોએ આ પરિવારના તમામ ખર્ચની જવાબદારી ઉઠાવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર