તેજશ મોદી/સુરત :ખોટા બેંક સ્ટેટમેન્ટ STASHFIN એપ્લીકેશનમાં અપલોડ કરી 6,23,00,000 રૂપિયાની લોન મેળવનાર બે એજન્ટોની ધરપકડ ઇકો સેલ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેર એક ઔદ્યોગિક શહેર છે અને ગુજરાતનું બીજા નંબરનું વસ્તી ગીચતા ધરાવતું શહેર છે. લોકો પૈસા કમાવવા માટે અવનવી તકનીકોનો ઉપયોગ કરતાં હોય છે. કેટલાક લોકો પૈસા કમાવવા માટે ગેરકાયદેસરના રસ્તા પણ અપનાવી લેતા હોય છે. ત્યારે આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા લોકોની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. હરિયાણા અકારા કેપિટલ નામની કંપની નાની લોન આપવાનું કામ કરે છે. શિવમ અન્ગીશ નામનો યુવક આ કંપનીમાં કામ કરે છે. અકારા કંપની STASHFIN નામની એપ્લીકેશન દ્વારા જરૂરીયાતમંદ લોકોને 1000થી 5,00,000 સુધીની લોન આપવાનું કામ કરે છે. આ કંપનીએ જુલાઇ 2021થી ઓક્ટોબર 2021 સુધીની કંપનીની STASHFIN એપ્લિકેશન દ્વારા 1479 વ્યક્તિઓએ એજન્ટો મારફતે પર્સનલ લોન લેવા અરજીઓ કરી હોવાનું જાણવા મળ્યું હતું.


આ પણ વાંચો : જાણો આકાશમાં જોવા મળેલા ચાર અગનગોળા શું હતા? આ રહી સમગ્ર અને સચોટ માહિતી


અરજીઓ કરનાર વ્યક્તિના ડોક્યુમેન્ટની તપાસ PERFIOS નામની કંપનીએ કરી હતી. ડોક્યુમેન્ટની તપાસના અંતે આ કંપની PERFIOS તરફથી ફાયનલ રિપોર્ટ કંપનીને મોકલવામાં આવ્યો હતો. જે ફાઈનલ રિપોર્ટના આધારે સામે આવ્યું હતું કે, 580 વ્યક્તિને કુલ 6,23,00,000 લોન આપી હતી. ત્યારબાદ ઓક્ટોબર 2021ના મહિના દરમિયાન આ કંપનીને જાણવા મળ્યું કે, કંપનીએ 580 લોકોને લોન આપેલી છે. તેમાંથી જુલાઇ, ઓગષ્ટ, સપ્ટેમ્બર મહિનામાં જે લોકોને લોન આપવામાં આવી છે તે લોકો લોનના હપ્તા ભરતા ન હતા.


તેથી કંપની દ્વારા લોન ધારકોના બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા તેમાં અમુક વિગત સરખી જોવા મળી જતી. તેથી કંપની તરફથી નવેમ્બર 2021માં લોન આપેલ 580 લોન ધારકોના ડોક્યુમેન્ટ ચેક કરવા માટે એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા તમામ 580 લોન ધારકોના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા. તેમાં જાણવા મળ્યું હતું કે, તમામ લોન ધારકોની બેંકો અલગ-અલગ હોવા છતા તે તમામના બેંક સ્ટેટમેન્ટ એકબીજાને મળતા અને એક સરખા હતા. જેમાંથી અમુક લોન ધારકોને ફોન કરી આ ટીમ દ્વારા પુછપરછ કરતા કંપનીને જાણવા મળ્યું હતું કે, તેમને લોનની કાર્યવાહી એજન્ટો દ્વારા કરાવાઈ હતી.


આ પણ વાંચો : ગુજરાતમાં કમળે કીચડ ફેલાવ્યું, તેને સાફ કરવા ઝાડુને એક તક આપો તમારી આશા પર ખરા ઉતરીશું


તેથી કંપનીના ધ્યાન પર આવ્યું હતું કે, એજન્ટોએ ખોટા બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરીને કંપનીની સાથે છેતરપિંડી કરી હતી. કંપની દ્વારા આ મામલે સુરત પોલીસ કમિશનરને અરજી આપવામાં આવી હતી. ત્યારબાદ સુરત પોલીસ કમિશનર દ્વારા આ બાબતે તપાસ ઈકો સેલને સોંપવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે IPC ની કલમ 409, 420, 465, 467, 468, 471, 114 અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતે ઇકો સેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી.


ઇકો સેલ દ્વારા તપાસ કરવામાં આવતા પોલીસે સાન્વી એન્ટરપ્રાઇઝના માલિક શૈલેષ જયંતિલાલ પિઠડીયા અને દિવ્યેશ પરમાર દ્વારા કંપની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ બંને ઈસમો લોન અપાવવાનું કામ કરતા હતા. આ બંને એજન્ટોએ દ્વારા ખોટા બેંક સ્ટેટમેંન્ટ કંપનીની એપ્લિકેશનમાં અપલોડ કરી લોકોને ખોટી રીતે લોન અપાવી 20% જેટલુ કમિશન મેળવ્યુ હોવાના પુરાવા પણ પોલીસને મળ્યા. તેથી પોલીસે એજન્ટ શૈલેષ પિઠડીયા અને દિવ્યેશ પરમારની ધરપકડ કરી છે.


આ પણ વાંચો : રાજકોટથી જેતપુર હવે માત્ર 45 મિનીટમાં એકપણ બ્રેક માર્યા વગર પહોંચી જશો! જાણો કેવી રીતે શક્ય બનશે?


પોલીસની તપાસમાં સામે આવ્યું કે, બંને આરોપી ગ્રાહકોના ખોટા બેંક સ્ટેટમેન્ટ બનાવવા માટે www.sejda.com ઓપન કરી તેમા PFD એડિટરનો ઉપયોગ કરી ખોટા બેંક સ્ટેટમેંટની ફાઇલ બનાવતા. જે કસ્ટમરને લોન લેવાની હોય તેનો એકાઉન્ટ નંબર અને નામ લખી તે એડિટ કરેલા બેંક સ્ટેટમેંટ ડાઉનલોડ કરી અને ત્યારબાદ બેંક સ્ટેટમેન્ટની એડિટીંગ થયેલ ફાઇલ વોટ્સએપથી લોન લેનાર કસ્ટરમરના મોબાઇલમાં મોકલી આપતા અને ત્યારબાદ તે એડીટીંગ કરેલ બેંક સ્ટેટમેન્ટ કંપનીની એપ્લીકેશનમાં અપલોડ કરી ગ્રાહકોને ખોટી રીતે લોન અપાવી લોન આપનાર કંપની સાથે છેતરપીંડી કરતા હતા. 


પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, 580 લોકોએ અકારા કેપિટલ કંપની પાસેથી લોન મેળવી છે. આમાંથી ખોટા ડોક્યુમેન્ટમાં આધારે લોન મેળવનાર તમામ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવુ સાયબર ક્રાઈમના એસીપી યુવરાજસિહ ગોહિલે જણાવ્યું.