રાજકોટથી જેતપુર હવે માત્ર 45 મિનીટમાં એકપણ બ્રેક માર્યા વગર પહોંચી જશો! સિક્સલેનને મળી મંજૂરી, જાણો કેવી રીતે શક્ય બનશે?

રાજકોટ જેતપુર હાઈ-વે સિક્સલેન બનાવવાની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળતા 70 કિલોમીટરનું અંતરમાં સમય બચી જશે. સામાન્ય રીતે હાલના સમયમાં 70 કિલોમીટરનું અંતર કાપતા એક થી સવા કલાક જેવો સમય થાય છે જો સિક્સલેન બની જાય તો આ અંતર ધટી જશે.

રાજકોટથી જેતપુર હવે માત્ર 45 મિનીટમાં એકપણ બ્રેક માર્યા વગર પહોંચી જશો! સિક્સલેનને મળી મંજૂરી, જાણો કેવી રીતે શક્ય બનશે?

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ અમદાવાદ હાઈવે 6 લેન થઈ રહ્યો છે, ત્યારે હવે રાજકોટ જેતપુર હાઈ-વે પણ સિક્સલેન કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેથી હવે માત્ર 45 મિનીટમાં રાજકોટથી જેતપૂર પહોંચી જશો? સાંભળીને થોડી નવાઈ લાગી હશે પરંતુ આગામી સમયમાં આ શક્ય બની જશે. ચાલો આજે આપણે જાણીએ કે રાજકોટથી જેતપૂર માત્ર 45 મિનીટમાં પહોંચવું કેવી રીતે શક્ય બનશે?

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટ-જેતપુર હાઈ-વે સિક્સલેન માટે કેન્દ્ર સરકારમાંથી મંજૂરી મળી ગઈ છે. જેના કારણે આગામી જૂન મહિના સુધીમાં સિક્સલેન હાઈ-વેની કામગીરી શરૂ થશે. સિક્સલેન માટે નેશનલ હાઈવે ઓથોરિટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહીં પણ રાજકોટ-અમદાવાદ હાઈ-વેની જેમ જ સિક્સલેન બનશે. તમને જણાવી દઈએ કે જેતપુર-રાજકોટ વચ્ચે ઔદ્યોગિક ઝોન આવતો હોવાથી ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાતી હતી. જેના કારણે આ નિર્ણય લેવાયો છે. હાઈ-વે પર આવતા ટોલ બૂથ અંગે પણ નિર્ણય લેવાશે. હાલમાં રાજકોટથી જેતપુર વચ્ચે બે ટોલબૂથ પર ટેક્સ લેવાય છે. ત્યારે સરકારના નિયમ મુજબ એક ટોલ બૂથ બંધ કરવાની વિચારણા ચાલી રહી છે.

રાજકોટ જેતપુર હાઈ-વે સિક્સલેન બનાવવાની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળતા 70 કિલોમીટરનું અંતરમાં સમય બચી જશે. સામાન્ય રીતે હાલના સમયમાં 70 કિલોમીટરનું અંતર કાપતા એક થી સવા કલાક જેવો સમય થાય છે જો સિક્સલેન બની જાય તો આ અંતર ધટી જશે.

નોંધનીય છે કે, રાજકોટ અમદાવાદ હાઈવે 6 લેન મંજૂર થયા બાદ તેને જેતપુર સુધી લંબાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી હતી, જેના પર સર્વે હાથ ધરીને 6 લેન માટે કેન્દ્રની મંજૂરી મળી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news