આશ્કા જાની/અમદાવાદ :ગુજરાતમાં કોરોનાનો કહેર હવે અમેરિકાની જેમ વધી રહ્યો છે. ગુજરાતમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા ભારતમાં તે ચોથા નંબર પરથી ટોપ-3માં સરકી જશે. કોરોના વાયરસ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. ગુજરાત હાઇકોર્ટના 6 સ્ટાફ કર્મીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો અમદાવાદમાં વધુ એક કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. બોડકદેવના કાઉનિસલર કાંતિભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


રાજકોટની ખોખડધજ નદીમાં પાણી આવતા પુલ પર બોલેરો તણાઇ, એક વ્યક્તિ મિસિંગ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતભરમાં કોરોનાનો કહેર વધતા સાવચેતીના ભાગરૂપે હાઇકોર્ટ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે પણ હાઈકોર્ટમાં બાકીના સ્ટાફનું ટેસ્ટીંગ ચાલુ છે. રવિવાર હોવા છતાં સ્ટાફને ટેસ્ટીંગ માટે બોલાવવામાં આવ્યા છે. શનિવાર સુધીમાં 231 કર્મચારીઓના ટેસ્ટીંગ કરાયા હતા. જેને લઇને ૬ જુલાઈના રોજ લિસ્ટેડ થયેલી મેટરની સુનાવણી હવે 7 જુલાઈએ થશે. 


4 મહિના પાકિસ્તાનમાં ફસાયેલા ગોધરાના 26 રહેવાસીઓની આખરે વતનવાપસી થઈ 


આજે બોડકદેવના કોર્પોરેટર કાંતિ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે કાંતિ પટેલને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોના સર્વત્ર પ્રસરી ગયો છે. ત્યારે અત્યાર સુધી એએમસીના લગભગ 24 કોર્પોરેટરને કોરોના થયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર