દાહોદમાં મોટો હત્યાકાંડ : એક જ પરિવારના 6 લોકોની ગળુ કાપેલી લાશ મળી
દાહોદમાં મોટો હત્યાકાંડ સર્જાયો છે. સંજેલીના તરકડા મહુડીમાં એક જ પરિવારના 6 લોકોની નિર્દયીપૂર્વક હત્યા કરવામાં આવી છે. પરિવારમાં રહેતા પતિ-પત્ની અને 4 બાળકોની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. મરનારાઓમાં 3 બાળકો અને 1 બાળકીનો સમાવેશ થાય છે. હત્યાની તસવીરો એટલી દર્દનાક હતી કે, તમામ લોકોના ગળા કાપીને તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આવા મોટો હત્યાકાંડ બાદ દાહોદ પોલીસ દોડતી થઈ હતી, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હરીન ચાલીહા/દાહોદ :દાહોદમાં મોટો હત્યાકાંડ સર્જાયો છે. સંજેલીના તરકડા મહુડીમાં એક જ પરિવારના 6 લોકોની નિર્દયીપૂર્વક હત્યા કરવામાં આવી છે. પરિવારમાં રહેતા પતિ-પત્ની અને 4 બાળકોની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. મરનારાઓમાં 3 બાળકો અને 1 બાળકીનો સમાવેશ થાય છે. હત્યાની તસવીરો એટલી દર્દનાક હતી કે, તમામ લોકોના ગળા કાપીને તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આવા મોટો હત્યાકાંડ બાદ દાહોદ પોલીસ દોડતી થઈ હતી, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વડોદરામાં નિર્ભયાકાંડ : મિત્ર સાથે બેસેલી સગીરાને આ નરાધમો રાતના અંધારામાં ખેંચીને લઈ ગયા
મૃતકોમાં ભરત કડકીયાભાઈ પલાશ (ઉંમર 40 વર્ષ) અને સમીબેન ભરતભાઈ પલાશ (ઉંમર 40 વર્ષ)નો સમાવેશ થાય છે. જ્યારે કે, તેમના સંતોના પુત્રી દિપીકા પલાશ (12 વર્ષ), હેમરાજ પલાશ (10 વર્ષ), દિપેશ પલાશ (8 વર્ષ), રવિ પલાશ (6 વર્ષ)ની પણ નિર્દયી રીતે હત્યા કરાઈ છે. દાહોદ પોલીસે જણાવ્યું કે, અમે ડોગસ્કોડ, એફએસએલની ટીમની સાથે રાખીને તપાસ કરી રહ્યાં છે.
બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા અંગે કોંગ્રેસનો મોટો ધડાકો, ચોરી થયાના CCTV બતાવી સરકાર સામે ચીંધી આંગળી
ભરતભાઈના ભાઈનું ગઈકાલે ટ્રેનમાં મોત
ગામના સરપંચ મહેન્દ્ર પલાશે જણાવ્યું કે, મરનાર ભરતભાઈના કાકાનો છોકરો વિક્રમ પલાશ મોરબીમાં રહે છે, જેનું ટ્રેનમાં કપાઈને મોત થયું હતું. આ સમાચાર મામલે મારી પર સંજેલી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો. જેની તપાસ રાત્રે કરતા કોઈ સમાચાર મળ્યા ન હતા. પણ સવારે તેની લાશ લેવા માટે બધા કુટુંબીજનો તેના ઘરે ગયા હતા. ત્યારે ત્યાંથી અહી ભાઈ ભરતભાઈને મોરબીમાં લઈ જવાનો હતો તેથી સંબંધીઓ તેના ઘરે સવારે ગયા હતા. તેઓએ જોયું તો ઘરના કમ્પાઉન્ડમાં ચાર લોકોની લાશ પડી હતી, દરવાજો ખોલીને જોયુ તો અંદર બે જણાની લાશ પડી હતી. તો બીજી તરફ, આગામી દિવસે વિક્રમ બસમાં બેસીને અમદાવાદ ગયો હતો. ત્યાંથી મોરબી કેવી રીતે ગયો તે અમને ખબર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube