વડોદરામાં નિર્ભયાકાંડ : મિત્ર સાથે બેસેલી સગીરાને આ નરાધમો રાતના અંધારામાં ખેંચીને લઈ ગયા

વડોદરાના નવલખી મેદાનમાં રાત્રિના સમયે સગીરા સાથે બે નરાધમોએ સામૂહિક દુષ્કર્મ કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. દુષ્કર્મની ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે નરાધમોને શોધવાની તજવીજ હાથ ધરી છે.

વડોદરામાં નિર્ભયાકાંડ : મિત્ર સાથે બેસેલી સગીરાને આ નરાધમો રાતના અંધારામાં ખેંચીને લઈ ગયા

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના નવલખી મેદાનમાં રાત્રિના સમયે સગીરા સાથે બે નરાધમોએ સામૂહિક દુષ્કર્મ કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. દુષ્કર્મની ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે નરાધમોને શોધવાની તજવીજ હાથ ધરી છે.

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા અંગે કોંગ્રેસનો મોટો ધડાકો, ચોરી થયાના CCTV બતાવી સરકાર સામે ચીંધી આંગળી

વડોદરાના નવલખી મેદાનમાં ગઈકાલ રાત્રે સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી તે દરમિયાન ઝાડી માંથી બે યુવાનો તેની પાસે આવ્યા હતા. બંને યુવાનોએ સગીરાના મિત્ર સાથે મારામારી કરી અને સગીરાનું મોઢું દબાવી ઝાડીમાં લઈ ગયા. જ્યાં બન્ને નરાધમોએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કર્યું. નવલખી મેદાનમાં પેટ્રોલીંગ કરી રહેલી પોલીસની પીસીઆર વાનને કોઇ યુવતીની બૂમો સંભળાતી હતી. તે દરમિયાન પીસીઆર વાન ચાલકોએ સ્થાનિક લોકોની સાથે સગીરાની શોધખોળ કરી હતી. ત્યારે સગીરા ઝાડીઓની વચ્ચેથી મળી આવી હતી. 

પોલીસ સગીરાને મેડિકલ તપાસ માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગઈ. જ્યાં તેની ઉપર બે નરાધમોએ સામૂહિક દુષ્કર્મ કર્યું હોવાની હકીકત ખુલી હતી. પીડિતા અને તેના મિત્રએ પોલીસને આપેલી માહિતી પ્રમાણે બંન્ને નરાધમો 20 થી 30 વર્ષના છે. પીડિતાના વર્ણનના આધારે પોલીસે બંને આરોપીઓના સ્કેચ તૈયાર કર્યા અને મીડિયામાં જાહેર કર્યા છે. 

મહત્વની વાત છે કે પોલીસે નવલખી મેદાનમાં પહોંચી અલગ અલગ જગ્યાએ પહોંચી તપાસ કરી રહી છે. ડીસીપી ઝોન 2 સંદીપ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, નરાધમોને પકડવા માટે પોલીસની 10  જેટલી ટીમો કામે લાગી છે. જેમાં પોલીસ નરાધમો સુધી પહોંચી ચૂકી છે અને થોડાક સમયમાં સમગ્ર ગુનો ઉકેલાઈ જશે તેવો દાવો પોલીસ કરી રહી છે. પોલીસે પીડિતાના કપડા અને બ્લડ સેમ્પલ કબજે કર્યા છે. તો ડોગ સ્કોવડ અને એફએસએલની પણ મદદ લીધી છે. મહત્વની વાત છે કે નવલખી મેદાન મહિલાઓ માટે અસુરક્ષિત જગ્યા બનતી જઈ રહી છે. કારણ કે, અવારનવાર નવલખી મેદાનમાં મહિલાઓની છેડતી અને મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટના બની રહે છે. તો કેટલીક વખત રાત્રિના સમયે લૂંટફાટ પણ થાય છે. તેમ છતાં પોલીસ નિષ્ક્રિય છે. ત્યારે સંસ્કારી અને સુરક્ષિત કહેવાથી વડોદરાનગરીને અસામાજિક તત્વોએ અસલામતનગરી બનાવી દીધી હોય તેઓ ઘાટ હાલ સર્જાયો છે.

નવલખી મેદાન બન્યું કુખ્યાત
ઉલ્લેખનીય છે કે, વડોદરાનું નવલખી મેદાન ક્રાઈમ મામલે કુખ્યાત બની ગયું છે. નવલખી મેદાનમાં અવારનવાર આવી ઘટના બને છે. ત્યારે તંત્રએ આવી ઘટનાઓ રોકવા માટે નવલખી મેદાન પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો જોઈએ, ત્યાં સુરક્ષાની અન્ય વ્યવસ્થાઓ કરવી જોઈએ. સગીરા સાથે બનેલો આ બનાવ પોલીસ તથા સ્થાનિક તંત્ર માટે લાલબત્તી સમાન છે. જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારે 8 વાગ્યા હતા, એટલે કે પૂરતી ચહલપહલ હતી. તેમ છતા આવો બન્યો હતો. 

આરોપીઓના સ્કેચ તૈયાર કર્યાં
વડોદરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મના મામલે પોલીસે તાત્કાલિક એક્શન લીધા છે. પોલીસે બંને નરાધમોના સ્કેચ બનાવ્યા છે. બંને યુવાનો 25- 30 વર્ષ હોવાનું પોલીસનુ અનુમાન છે. ત્યારે પોલીસે આરોપીઓની શોધખોળ સઘન બનાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news