નવસારીના દાંડીના દરિયામાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 6 ડૂબ્યા, 2નું રેસ્ક્યૂ, 4 લોકો ગુમ
આજે રવિવારની રજા હોવાથી એક જ પરિવારના 6 લોકો નવસારીના દાંડીના દરિયામાં ફરવા આવ્યા હતા. જ્યાં છ લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા બૂમાબૂમ કરી મૂકી હતી. પોલીસ જવાનો અને હોમગાર્ડે 2 લોકોને બચાવી લીધા હતા. જ્યારે અન્ય ચાર લોકો પાણીમાં તણાયા હતા. લાપતા ચાર લોકો ખડસૂપાના રહેવાસી છે.
ઝી બ્યુરો/નવસારી: નવસારીના દાંડીના દરિયામાં મોટી દુર્ઘટના બની છે. દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 સભ્યો ડૂબ્યા છે. જેમાં 2 લોકોને તો હોમગાર્ડે બચાવ્યા તો અન્ય 4 લોકોની શોધખોળ ચાલી રહી છે. જાણવા મળી રહ્યું છે કે રવિવાર હોવાના કારણે પરિવાર નવસારીના દાંડીના દરિયામાં ફરવા માટે આવ્યો હતો.
અંબાલાલ પટેલની આ વાત સાંભળી ચોંકી જશો! શું ચોમાસા પહેલા ગુજરાતનમા ત્રાટકશે વાવાઝોડું
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, આજે રવિવારની રજા હોવાથી એક જ પરિવારના 6 લોકો નવસારીના દાંડીના દરિયામાં ફરવા આવ્યા હતા. જ્યાં છ લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા બૂમાબૂમ કરી મૂકી હતી. પોલીસ જવાનો અને હોમગાર્ડે 2 લોકોને બચાવી લીધા હતા. જ્યારે અન્ય ચાર લોકો પાણીમાં તણાયા હતા. લાપતા ચાર લોકો ખડસૂપાના રહેવાસી છે. બે મહિલા અને બે પુરુષો પાણીમાં ગરકાવ થયા છે. જેમની શોધખોળ ચાલી રહી છે.
અમદાવાદમાં PSIનું દર્દ છલક્યું, કહ્યું;'PIના ત્રાસથી કંટાળી આપઘાતનો વિચાર આવે છે'
દરિયામાં ડૂબી જનાર
- છોકરી: દુર્ગા 17
- બાળક: યુવરાજ 20
- બાળક: દેશરાજ 15
- જિલ્લો ભીલવાડા ગામ લોછાદા. રાજસ્થાન
- મહિલા: સુશીલા (ઉ.વ 38) નવાતળાવ ગામ, નવસારી
લક્ષદ્વીપ પછી જજો, પહેલા ગુજરાતના આ દરિયાની મજા ચોક્કસ માણજો! ભૂલી જશો તમામ બીચ
નવસારીના દાંડી દરિયા કિનારે રજાની મજા માણવા પહોંચેલા ત્રણ પરિવારો દરિયાની ભરતીમાં ફસાયા હતા. ત્યારબાદ બુમાબુમ થતા કિનારેથી હોમગાર્ડે દરિયામાં દોડી બે પરિવારોને હેમખેમ બહાર કાઢ્યા હતા. જ્યારે રાજસ્થાનથી નવસારી ફરવા આવેલ મારવાડી પરિવારના 6 સભ્યો દરિયામાં ડૂબ્યા હતા. જેમાંથી બેને બચાવી લેવાયા, જ્યારે ચાર લોકો દરિયામાં ગરકાવ થયા હતા.
મોટી દુર્ઘટના! દાદાના ઘરે આવેલો 9 વર્ષનો બાળક સહેજવારમાં બચ્યો, શ્વાને કર્યો હુમલો
આ ઘટનામાં રાજસ્થાનના ભીલવાડાના ત્રણ બાળકો અને નવસારીના ખડાસૂપા ગામની એક મહિલા દરિયામાં ડૂબ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘટનાની જાણ થતા ગામ આગેવાનો, સ્થાનિક તરવૈયા, નવસારી ફાયરના જવાનો અને જલાલપોર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. દરિયામાં ગુમ થયેલા રાજસ્થાની પરિવારના ચારેય સભ્યોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એકી સાથે પરિવારના ચાર સભ્યો દરિયામાં ડૂબતા રાજસ્થાની પરિવાર શોકમાં માહોલ છે.