મોટી દુર્ઘટના! દાદાના ઘરે આવેલો અમદાવાદના 9 વર્ષનો બાળક સહેજવારમાં બચ્યો, શ્વાને કર્યો હુમલો

ઉમરેઠ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાન કરડવાના બનાવો વધી રહ્યા છે. ઉમરેઠમાં કાકાની પોળ વિસ્તારમાં દાદાના ઘરે આવેલા અમદાવાદનો 9 વર્ષનો બાળક શેરીમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક ત્રણ શ્વાનએ બાળક પર હુમલો કર્યો હતો.

મોટી દુર્ઘટના! દાદાના ઘરે આવેલો અમદાવાદના 9 વર્ષનો બાળક સહેજવારમાં બચ્યો, શ્વાને કર્યો હુમલો

બુરહાન પઠાણ/આણંદ: આણંદ જિલ્લાના ઉમરેઠમાં રખડતા શ્વાનએ 9 વર્ષના બાળક પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. ઉમરેઠ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાન કરડવાના બનાવો વધી રહ્યા છે. ઉમરેઠમાં કાકાની પોળ વિસ્તારમાં દાદાના ઘરે આવેલા અમદાવાદનો 9 વર્ષનો બાળક શેરીમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક ત્રણ શ્વાનએ બાળક પર હુમલો કર્યો હતો.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે આણંદના ઉમરેઠ નગરમાં રખડતા શ્વાનનો આંતકથી લોકોમાં ડરનો માહોલ છે. કાકા નીપોળમાં 9 વર્ષના બાળક પર બે શ્વાનને હુમલો કર્યો. આઠ વર્ષનો બાળક પોતાના દાદાના ઘરે વેકેશન મનાવવા આવ્યો હતો, પણ ભાજપ શાસિત ઉમરેઠ પાલિકાના પાપે બાળક રખડતા શ્વાનના હુમલાનો ભોગ બન્યો. 

લોકો પર શ્વાનના હુમલાની ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં શ્વાનનો આતંક ડામવામાં પાલિકાના શાસકો નિષ્ફળ નીવડ્યા છે. રખડતા ઢોર અને શ્વાનને પકડવામાં ઉદાસીનતા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બાળકની બુમો સાંભળી આસપાસનાં લોકો દોડી આવ્યા હતા અને બાળકની પાછળ પડેલા શ્વાનને ભગાડ્યા હતા. 

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. શ્વાનએ હુમલો કરવાના કારણે બાળક જમીન પર પટકાતા ચામડી છોલાઈ જતા ઘાયલ થયો હતો. ઉમરેઠમાં રખડતા શ્વાન અવાર નવાર રાહદારીઓ પર હુમલા કરતા હોય છે, ત્યારે પાલિકા દ્વારા શ્વાન નિયંત્રણ માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news