અમદાવાદઃ ગુજરાતના અનેક જિલ્લામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં નવા 6 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો જામનગરમાં બે અને મહીસાગર જિલ્લામાં નવા 4 કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીર સોમનાથમાં નવા 6 કેસ
ગીર સોમનાથમાં નવા 6 કેસ નોંધાયા છે. વેરાવળમાં 3, સૂત્રાપાડામાં 3 અને બોલાસમાં એક કેસ સામે આવ્યો છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધી 34 કેસ નોંધાયા છે. જેમાં 12 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. હાલ 22 એક્ટિવ કેસ છે. 


જામનગરમાં વધુ બે કેસ આવ્યા સામે
જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વધુ બે કેસ નોંધાયા છે. શહેરના મયુરનગર વામબે આવાસમાં એક 30 વર્ષીય સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો વિક્ટોરિયા પુલ વિસ્તારમાં 18 વર્ષીય એક યુવક કોરોનાનો શિકાર બન્યો છે. અત્યાર સુધી જામનગર જિલ્લામાં 45 કેસ નોંધાયા છે તો 2 વ્યક્તિના મૃત્યુ થયા છે. 


મહીસાગરમાં નવા 4 કેસ
મહીસાગર જિલ્લામાં પણ કોરોના કેસની સંખ્યામાં વધારો થતો જાય છે. આજે નવા ચાર કેસ સામે આવ્યા છે. પાંડરવાળામાં 1, કડાણામાં 1 અને લુણાવાડામાં 2 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 72 કેસ સામે આવ્યા છે. તો એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. 


ધમણ મુદ્દે ધમાસાણઃ નીતિન પટેલનો પલટવાર, કહ્યુ- કોંગ્રેસ 'નાદાન' હરકત ન કરે  


રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ
રાજ્યભરમાં અત્યાર સુધી 12539 કેસ નોંધાયા છે. તો 5219 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોરોનાથી કુલ 749 મૃત્યુ નોંધાયા છે. રાજ્યભરમાં અત્યારે 47 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6571 છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર