અજય શીલુ/પોરબંદર :સહનશક્તિની હદ વટાવી જાય ત્યારે લોકો આત્મહત્યાનો રસ્તો અપનાવતા હોય છે. ગુજરાતમાં અનેક શહેરોમાં રોજેરોજ આત્મહત્યાના અનેક બનાવો સામે આવતા હોય છે. પણ પોરબંદરમાં એક જ દિવસમાં આત્મહત્યાએ મોટી વણઝાર સર્જી દીધી છે.  પોરબંદર જિલ્લામા 1 મેના રોજ એક જ દિવસમા આત્મહત્યાના 6 બનાવો બન્યા છે. જેમાં 5 મહિલાઓ અને 1 પુરુષનો સમાવેશ થાય છે. 


Video : ગીર જંગલમાં બની અદભૂત ઘટના, શક્તિશાળી સિંહણ અને બચ્ચા જેવડા શ્વાન વચ્ચે થયું યુદ્ધ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આત્મહત્યાના 6 બનાવો


  • પોરબંદરના મેમણવાડામા 18 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી

  • પોરબંદરના દ્વારકાપુરી સોસાયટીમા 23 વર્ષીય પરણીતાએ સાસરા પક્ષે કોઈ તેડવા ન આવતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી 

  • રાણાવાવના આદિત્યાણામા 23 વર્ષીય પરણીતાએ સાસર પક્ષમા ગમતુ ન હોવાથી ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી

  • રાણાવાવના આદિત્યાણામા 22 વર્ષીય પરીણીતાએ સાસરીયા પક્ષ દ્વારા અવાર-નવાર દહેજની માંગણી કરતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

  • કુતિયાણાના બાવડાવદર ગામે આર્થિક સંકડામણના કારણે 60 વર્ષીય પ્રૌઢે ગાળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

  • કુતિયાણાના ગોકરણ ગામે 23 વર્ષીય પરણીતાએ અગમ્ય કારણોસર શરીર પર કેરોસીન છાંટી સળગી જતા મોત નિપજ્યુ 


Exclusive News : જાણો ઈશરત જહા એન્કાઉન્ટરમાં કયા અધિકારીએ કેટલા રાઉન્ડ ફાયર કર્યું હતું?


પત્નીએ સુહાગરાતની ના પાડતા પતિએ કર્યું આવું કામ, બે દિવસના લગ્નનો કરુણ અંજામ


મોટાભાગની મહિલાઓ સાસરીયાઓના ત્રાસથી પીડિત
જે પાંચ મહિલાઓએ આત્મહત્યા કરી છે, તેમાંથી ચાર પરણીતાઓ છે. આ ચારેય પરણીતાઓએ સાસરિયાઓના ત્રાસથી કે સાસરિયાના કારણથી આત્મહત્યા કરી છે.