લો બોલો! ગુજરાતના પૂર્વ ધારાસભ્યના ભાઈ સાથે તોડ; રાત્રે 3 વાગે પોલીસે કાયદાનો ડર દેખાડી માંગી ખંડણી
શહેરમાં ગુનેગારો તો બેફામ બની ગુનાહિત પ્રવુતિઓને અંજામ આપી રહ્યા છે પરંતુ હવે તો તેમાંથી પોલીસ પણ બાકાત નથી. જે પોલીસ લોકોની સુરક્ષા માટે હોય છે, એ જ પોલીસ હવે ગુનાહિત પ્રગતિઓમાં સંડોવાઇ રહેલી જોવા મળી રહી છે.
ઉદય રંજન/અમદાવાદ: સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક વાર તોડ કરાયાની નોંધાઈ ફરિયાદ છે. રાત્રે 3 પોલીસ કર્મચારીઓએ ખાનગી ડ્રેસમાં કાયદાનો ડર દેખાડીને 2 લાખ માગ્યા હોવાની સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્યના ભાઈ સાથે પોલીસે 60 હજાર રૂપિયાનો તોડ કર્યો છે. રાતે 1 વાગે ફરિયાદી મિલન કેલા પોતાના પરિવાર સાથે ઘરે જતા હતા તે સમયે આ ઘટના બની હતી.
ચિંતા ના કરશો! જાહેર કરાઈ નવી આગાહી; આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
“કુછ તો ગરબડ હૈ”, ગુજરાતમાં ક્યાંક RDX નો મોટો જથ્થો તો ભારતમાં નથી આવી ગયો ને..?
બીજા દિવસે ફરિયાદી મિલન કેલાએ સોલા પોલીસ સ્ટેશન ખાતે જઈને પોતાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી સુરેન્દ્રનગરના પર્વ ધારાસભ્યના ભાઈ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સોલામાં એક જ અઠવાડિયામાં બીજી ફરિયાદ પોલીસે તોડ કાર્યની નોંધાઈ છે.
આનંદો! ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 132.54 મીટરે, જુઓ છલોછલ થયેલા ડેમ