“કુછ તો ગરબડ હૈ”, ગુજરાતમાં ક્યાંક RDX નો મોટો જથ્થો તો ભારતમાં નથી આવી ગયો ને..?

અબડાસાના દરિયાકાંઠેથી ગઈકાલે એક વીસ્ફોટક સેલ મળ્યા બાદ પીંગલેશ્વરના કાંઠેથી 10 પેકેટ તથા સઈદ સુલેમાન પીર દરગાહ નજીકથી આજે 10 પેકેટ તેમજ ધ્રબુડી કાંઠેથી પણ પાંચ પેકેટ મળી આવ્યા…છેલ્લા એક સપ્તાહ દરમિયાન સતત છેક ધ્રબુડીથી કોટેશ્વર સુધીના દરિયાકાંઠેથી 250 થી વધુ ચરસના પેકેટ મળી આવવા અને બે વિસ્ફોટક મળી આવવા ગંભીર સંકેત આપે છે.

“કુછ તો ગરબડ હૈ”, ગુજરાતમાં ક્યાંક RDX નો મોટો જથ્થો તો ભારતમાં નથી આવી ગયો ને..?

રાજેન્દ્ર ઠકકર/કચ્છ: અબડાસાના દરિયા કિનારા વિસ્તારના સઇદ સુલેમાન પીર તરીકે ઓળખાતા વિસ્તારમાંથી ગઈકાલે એક વિસ્ફોટક મળી આવ્યા બાદ છેક માંડવીથી કોટેશ્વર સુધીના દરિયા કિનારા પર 300થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગઈકાલે મોડી સાંજે પિંગલેશ્વર નજીકના દરિયા કિનારેથી વધુ દસ ચરસના પેકેટ ભરેલ થેલો મળી આવ્યો હતો. સાથે સાથે માંડવીના ધ્રબુડી દરિયાકાંઠેથી પણ ચરસના પાંચ પેકેટ મળી આવ્યા હતા. 

આ ઉપરાંત આજે બપોરે જખૌ નજીકના સઈદ સુલેમાન પીરની દરગાહ પાસેથી વધુ 10 પેકેટ ભરેલો થેલો મળી આવ્યો છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન ડોગ સ્કેવોર્ડની ટીમો સાથે હાથ ધરાયેલ ઓપરેશન દરમિયાન બે દિવસમાં 35 જેટલા ચરસના પેકેટ હાથ લાગ્યા છે એનો સ્પષ્ટ અને સીધો સંકેત એ મળે છે કે અમુક વિસ્તારને બાદ કરતા અન્ય સ્થળેથી આ ચરસના પેકેટો લાપતા થઈ રહ્યા છે, એટલે કે સગેવગે કરાઈ રહ્યા હતા. 

સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આ એક પ્લાનિંગ સાથે ષડયંત્ર ચાલી રહ્યું છે. ભૂતકાળની ઘટનાઓ પર નજર કરતાં જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે કે અહીં દેશની સલામતી સામે સૌથી મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. જેમાં અહીં છૂટક છૂટક ચરસના પેકેટ હોય કે વિસ્ફોટક કિનારા પર વહેતા કરીને દેશ વિરોધી તાકાતો દેશમાં કદાચ RDX જેવા સ્ફોટક પદાર્થો પણ મોકલી રહ્યાનું મનાય છે. આવા ચરસના પેકેટો અને વિસ્ફોટકો કિનારા પર વહેતા કરી સલામતી એજન્સીઓનું અહીં ધ્યાન એક તરફ ખેંચીને બીજી તરફથી દેશ વિરોધી તત્વો પોતાનું કામ તમામ કરી રહ્યા હોવાનું કોઈ કાળે નકારી શકાતું નથી, તો અહીંથી જે અત્યાર સુધી વિસ્ફોટક મળ્યા છે તેના પર made in USA લખાયેલું છે કે પછી ઉર્દૂ ભાષામાં કઈ લખાયેલું છે. આવા લખાણો મોટે ભાગે સેનામાં વપરાતા હથિયારોના હોય છે, જ્યારે ઉર્દુ જેવી ભાષામાં લખાયેલ વિસ્ફોટક હોય તો આવા લખાણો કોઈ એમ ચોક્કસ દેશ કે આતંકી સંગઠનોમાં જોવા મળે છે જે મોટેભાગે આતંકી તત્વો વાપરતા હોય છે. 

સૂત્રો કહી રહ્યા છે કે અહીં ચરસના પેકેટો અને આવા સેલ વહેતા મૂકી એજન્સીઓનું ધ્યાન અહી વાળી દઈ સ્થાનિક દેશ વિરોધી સ્લીપર સેલને કોડવર્ડ (સંકેત) આપી દેવાય છે. ત્યારે બીજી જગ્યાએથી કે અહિથી જ તેઓના મારફત બાકીના ચરસના ડ્રગ્સના પેકેટો કે વિસ્ફોટક દેશમાં ઘુસાડી દેવાની શક્યતા નકારી શકાતી નથી! ત્યારે આ અંગે ઉચ્ચસ્તરીય કક્ષાએથી તપાસ કરવી જોઈએ તેવું સુત્રો કહી રહ્યા છે. 

નોંધનીય છે કે ભૂતકાળમાં અહીં જ્યારે પાંચમી કતારીયા એટલે કે દાણચોરીનો સૂર્ય સોળે કળાએ ખીલ્યો હતો. એ સમયમાં અહીં દાણચોરીથી લાવવામાં આવતા માલને લેડિંગ કરવા પ્રથમ નાના નાના જથ્થામાં માલ લેડિંગ કરાવીને પકડાવી દેવાતો અને કસ્ટમ સહિતના તંત્રોની નજર એ તરફ જાય ત્યારે મોટો જથ્થો એ પાંચમી કતારીયા અહીંથી આસાનીથી દેશમાં ઘુસાડી દેતી હતી. આજ મોડસ ઓપરેન્ટી હાલ અહીં અખત્યાર થઈ રહ્યાનું મનાય છે.

છેલ્લા 15 દિવસથી દિવસ રાત ચાલી રહેલી તપાસ દરમિયાન છેક માંડવીના ધ્રબુડીથી કોટેશ્વર સુધીના દરિયા કિનારેથી મોટા પાય ચરસના પેકેટ અને વિસ્ફોટકો મળી રહ્યા છે અને જે વિસ્તારના નામો અત્યાર સુધી ક્યારેય પણ બહાર આવ્યા નહોતા તે વિસ્તારોના દરિયા કિનારાઓના નામ હવે સામે આવવા લાગ્યા છે જેને સૂચક માનવામાં આવે છે કારણ કે છેલ્લા બે વર્ષથી વધુ સમય થયો અહીંથી ચરસના પેકેટો મળવાનું શરૂ થયું છે પરંતુ અપવાદને બાદ કરતા ચોક્કસ વિસ્તારને છોડી ક્યારે પણ એ વિસ્તારોના નામ જાહેર થયા ન હતા, ત્યારે પ્રશ્ન એ થાય કે શું અત્યાર સુધી એ વિસ્તારોમાં ચરસના પેકેટ તણાઈને આવ્યા જ નહોતા..? કે પછી બધું જ ગોઠવાયેલું હતું..? ત્યારે આ અંગે વિવિધ ગુપ્તચર એજન્સીઓએ ઊંડા ઊતરવાની જરૂર છે અને જો ઊંડી તપાસ થાય તો વીતેલા બે વર્ષ દરમિયાનના અનેક કારનામા બહાર આવે તેવી શક્યતા કોઈ કાળે નકારી શકાતી નથી. 

અહીં “કુછ તો ગરબડ હૈ” જેવી પરિસ્થિતિ છે અને આ અંગે વિશેષ ઉચ્ચસ્તરીય એજન્સી દ્વારા પણ તપાસ હાથ ધરાઇ છે. જેમાં આગામી દિવસોમાં અહીં મોટો ધડાકો થવાની શક્યતા પણ નકારી શકાતી નથી. દરમિયાન આજે પણ જખો મરીન પોલીસ અને કોસ્ટ ગાર્ડની તપાસ દરમિયાન સઈદ સુલેમાન પીર દરગાહ પાસેથી એક ચરસના પેકેટ ભરેલો થેલો મળી આવ્યો છે. દરમિયાન મળતી ચોંકાવનારી માહિતી પ્રમાણે છેલ્લા એક સપ્તાહથી સલામતી કંટ્રોલ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ કાંઠા વિસ્તારના ગામડા ઉપર બાજ નજર રાખી કાંઠાડ પટ્ટીમાં કવાયત હાથ ધરાતા કેટલાક અદ્રશ્ય તત્વો અગાઉ ચરસના પેકેટો છુપાવીને સગે વગે કરવા બેઠા હતા એ તત્વો ડરી ગયા છે અને લકાઇ છુપાઈને તેઓ આ પોતાની પાસે છુપાવી રાખેલ ચરસના પેકેટનો જથ્થો કિનારે ફેંકી રહ્યા છે અથવા રાખી પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરતા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે કારણ કે અત્યાર સુધી ઉપરા ઉપરી આટલા બધા પેકેટો ક્યારેય પણ નથી મળ્યા અને હવે પ્રતિદિન 20 થી 25 કે તેનાથી વધુ ચરસના પેકેટો હાથ લાગી રહ્યા છે અને આવા તત્વો જ પોતાની જાતને બચાવવા સલામતી એજન્સીઓને બાતમી પણ આપી રહ્યાનું મનાય છે તેમ કરીને તેઓનો ઇરાદો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. 

એ પણ નોંધનીય છે કે આ અગાઉ અબડાસા તાલુકામાંથી ચરસનું પેકેટ સગે વગે કરવા જતા બે યુવકો પકડાયા હતા એ યુવકો પાસેથી ચરસનું પેકેટ લેવા અબડાસાનો એક શખ્સ આવવાનો હતો પરંતુ એ શખ્સના સ્થાને પોલીસ પહોંચી આવી હતી ત્યારે એ અબડાસા ના સખ્સનું નામ પણ ખુંલ્યું હતું પરંતુ કોઈ કારણોસર એ શખ્સનું નામ જાહેર કરાયું નહોતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news