સુરત: GST વિભાગ તપાસ કંઇક કરતું હતું અને મળી 600 કરોડનું કૌભાંડ
રૂપિયા 600 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં રૂપિયા 32 કરોડનું રિફંડ ગમન કરનારા આરોપીઓ પૈકી અડાજણ પાટીયાની નિશાંત સોસાયટીનો રહેવાસી ગુલામ ગોડિલની સીજીએસટી (સેન્ટ્રલ ગુડ્સએન્ડ સર્વિસ ટેક્સ) વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પહેલા અધિકારીઓ દ્વારા ગુલામ ગોડિલ ઉપરાંત કન્સલ્ટન્ટ નિમિશ શાહનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગુલામ ગોડિલની ધરપકડ કરવામાં આવી હતી. ગુલામ ગોડિલની માહિતી આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવી છે, તેના રિયલ એસ્ટેટનાં કેટલા રૂપિયા અને ક્યાં ક્યાં રોકાયા છે તેની પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.
સુરત : રૂપિયા 600 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં રૂપિયા 32 કરોડનું રિફંડ ગમન કરનારા આરોપીઓ પૈકી અડાજણ પાટીયાની નિશાંત સોસાયટીનો રહેવાસી ગુલામ ગોડિલની સીજીએસટી (સેન્ટ્રલ ગુડ્સએન્ડ સર્વિસ ટેક્સ) વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પહેલા અધિકારીઓ દ્વારા ગુલામ ગોડિલ ઉપરાંત કન્સલ્ટન્ટ નિમિશ શાહનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગુલામ ગોડિલની ધરપકડ કરવામાં આવી હતી. ગુલામ ગોડિલની માહિતી આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવી છે, તેના રિયલ એસ્ટેટનાં કેટલા રૂપિયા અને ક્યાં ક્યાં રોકાયા છે તેની પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.
ગુજરાતનાં ખેડૂતોને તીડના કારણે થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર જવાબદાર: ચાવડા
જો કે સીજીએસટીને બગાસુ ખાતા પતાસુ આવ્યું હોવાનો ઘાટ સર્જાયો છે. તપાસમાં આરોપીઓ બોગસ બિલનાં આધારે શિપિંગ બિલ બનાવ્યા બાદ ડ્યુટી ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સસ્તો માલ મોંઘો બતાવીને એક્સપોર્ટ કરતા હતા. કેટલાક કેસમાં તો જેની ખરીદી થઇ રહી હતી તે જ વસ્તુઓ બોગસ નિકળી હતી. સુરત બોગસ બિલિંગમાં કૌભાંડીઓ જાતભાતના ખેલ કરી રહ્યા છે. આવા જ એક કિસ્સામાં DGGI ના સુત્રોએ કહ્યું કે, વરાછા સહિતનાં કેટલાક ડાયમંડ જોબવર્કર અને કેટલાક ટેક્સટાઇલ મેન્યુફેક્ચર પાસે ડાયમંડ મશીનરી મંગાવતા હતા. તપાસ કરાતા બધુ જ બોગસ નિકળ્યું. માત્ર કાગળ પર જ મશીનરીની આપલે જણાવી ITC ક્લેઇમ કરાવાયું હતું.
CAAના સમર્થનમાં વેરાવળ માર્કેટિંગ યાર્ડ ખાતે મહાસંમેલન યોજાયું
જેમીની ઇમ્પેક્સ, બંસીધર એન્ટરપ્રાઇજ, અંબા ઇમ્પેક્સ, સોમેશ્વર જેમ્સ સહિતની અનેક કંપનીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે ટેક્સટાઇલ મેન્યુફેક્ચરર પાસે મશીનરીની ખરીદી જણાવવામાં આવી હતી તેમાં શિવ ફેશન, ગણેશ ટેક્સટાઇલ, હનુમંત ટેક્સટાઇલ અને ભક્તિ ટેક્સટાઇલનો સમાવેશ થાય છે. 600 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ચિરાગ નામનો એક વ્યક્તિ મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું છે. ટેક્સ કન્સલ્ટન્ટ નિમિશ શાહનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે. આ ઉપરાંત રાંદેરમાં રહેતા ઝૈદ મોહમ્મદ બોરિંગવાલા અને ફયાઝ સિદ્દીક ગોડિલને પણ અધિકારીઓ શોધી રહ્યા છે. લક્ષ્મી એન્ટરપ્રાઇઝ, સ્ટાર ટ્રેડિંગ, ક્લાસિક ઇન્ડસ્ટ્રીઝ, બ્લુ મુન ટેક્સટાઇલ, રાજ ટ્રેડિંગ, દેવ ફેશન, એફ.એસ ટેક્સટાઇલ, ખોડિયાર ટેક્સટાઇલ, સબર ટ્રેડર્સ સહિતની પેઢીઓ પર તપાસ ચાલી રહી હતી આ તપાસ દરમિયાન એડહોક ટ્રેડિંગ, કબીર એન્ટરપ્રાઇઝ, સુમી ટેક્સટાઇલ, હિરેન એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube