બુરહાન પઠાણ /આણંદ: જિલ્લાનાં ઉમરેઠમાં 68 વર્ષનાં નરાધમ વૃદ્ધએ માનસિક અસ્થિર યુવતીને પોતાની વાસનાનો સિકાર બનાવી છેલ્લા એક વર્ષ દરમિયાન યુવતી પર વાંરવાર દુષ્કર્મ કરતા યુવતીને છ માસનો ગર્ભ રહી જતા વૃદ્ધની પાપલીલાનો ભાંડો ફુટયો હતો. જે બનાવ અંગે ઉમરેઠ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી વૃદ્ધની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગામમાં આ વાસના ભુખ્યા નરાધમ વૃદ્ધ પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે્.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીલનું કદ વધતા ભાજપના એક નેતાથી ન જોવાયું, માસ્ટરમાઈન્ડ નીકળ્યો પૂર્વમંત્રીનો PA


ઉમરેઠ શહેરમાં કડીયાવાડમાં રહેતા સતીષભાઈ કાંતીલાલ રાણા નામનાં 68 વર્ષિય વૃદ્ધ દ્વારા શહેરનાં એક વિસ્તારમાં રહેતી અસ્થિર મગજની યુવતીને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી અને યુવતી પર છેલ્લા એક વર્ષથી દુષ્કર્મ આચરીને નરાધમ સતિષભાઈ પોતાની વાસના સંતોષતો હતો, પરંતુ વારંવાર દુષ્કર્મ ગુજારવાનાં કારણે અસ્થિર મગજની યુવતીને ગર્ભ રહ્યો હતો, અને છ માસનો ગર્ભ થતા યુવતીનું પેટ ફુલેલું જોતા તેનાં પરિવારજનો તેણીને હોસ્પિટલમાં લઈ જતા જયાં હોસ્પીટલનાં તબીબોએ યુવતીને તપાસી પરિક્ષણ કરતા યુવતીને છ માસનો ગર્ભ હોવાનું બહાર આવતા યુવતીના માતા પિતાનાં પગ નિચેથી જાણે જમીન સરકી ગઈ હતી.


આશ્ચર્ય સર્જાયું! અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળતી માછલી ગુજરાતના આ તળાવમાં દેખાઈ


આ ધટનાને લઈને યુવતીનાં પરિવારજનોએ 181 અભયમની મદદ લેતા અભયમની ટીમ દ્વારા યુવતીનું કાઉન્સેલીંગ કરાતા અસ્થિર મગજની યુવતીએ સતિષ રાણાએ તેની સાથે દુષ્ક્રમ ગુજાર્યું હોવાની વિતક કથા જણાવી હતી, અસ્થીર મગજની યુવતી પર દુષ્કર્મ ગુજારી તેણીને ગર્ભવતી  બનાવનાર સતિષ રાણાનું નામ બહાર આવતાજ સતિષ રાણાએ યુવતી અને તેનાં પરિવારજનોને ગર્ભનો નિકાલ કરવા માટે પૈસાની લાલચ આપી હતી તેમજ આ બાબતે કોઈને જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.


હવે શાળામાં શિક્ષકો છૂટથી મોબાઈલ નહિ વાપરી શકે, મૂકાયો આ પ્રતિબંધ


આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે નરાધમ વૃદ્ધ સતિષ રાણા વિરૃદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધતાજ નરાધમ સતિષ રાણા ભુગર્ભમાં ઉતરી ગયો હતો. પરંતુ પોલીસ દ્વારા આરોપી સતિષ રાણાને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડી તેની દુષ્કર્મનાં ગુનામાં ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા ભોગ બનનાર પીડીત યુવતી તેમજ આરોપી વૃદ્ધનું મેડીકલ ચેકઅપ કરી વધુ તપાસ હાથ ધરી છે.


ખેડૂતો માટે ખુશખબર : કેન્દ્ર સરકાર દર મહિને આપશે 3000નું પેન્શન, આ રીતે મેળવો પેન્શન