પાટીલનું કદ વધતા ભાજપના જ એક નેતાથી ન જોવાયું, અસલી માસ્ટરમાઈન્ડ નીકળ્યો પૂર્વમંત્રીનો PA

CR Paatil Case :  પાટીલને બદનામ કરવાના કાવતરાનો તે માસ્ટરમાઈન્ડ છે. તેણે પોતાના ઓફિસના કર્મચારી હેમંત પરમાર પાસેથી બદનક્ષીનો મેસેજ ટાઈપ કરાવ્યો હતો... પોસ્ટના માધ્યમથી પાટીલને બદનામ કરતી પત્રિકાઓ ગુજરાતના જુદા જુદા નેતાઓને મોકલી 

પાટીલનું કદ વધતા ભાજપના જ એક નેતાથી ન જોવાયું, અસલી માસ્ટરમાઈન્ડ નીકળ્યો પૂર્વમંત્રીનો PA

Surat News સુરત : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને બદનામ કરવાનો મુદ્દો હવે તૂલ પકડી રહ્યો છે. આ કેસમાં હવે ભાજપના મોટા માથાઓના નામ સામે આવી રહ્યાં છે. પાટીલને બદનામ કરતી પત્રિકા વાયરલ થવાના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચમાં બીજી ફરિયાદ નોધાઈ છે. પેન ડ્રાઈવ પત્રિકામાં આ જ જિનેન્દ્ર શાહનો વીડિયો ખુદ ભાજપના દક્ષિણ ગુજરાતના પીઢ કાર્યકર દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ ખેલનો માસ્ટરમાઈન્ડ ભાજપના જ વર્ષોથી જોડાયેલા ઘનિષ્ઠ કાર્યકર અને ઉંમરપાડા તાલુકાના પ્રભારી તથા તરસાડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાકેશસિંહ રણજિતસિંહ સોલંકી હોવાનું ખૂલ્યું છે. જે પૂર્વમંત્રીના પીએ છે. 

બે અલગ અલગ ફરિયાદ થઈ
ભાજપના નેતા પાટીલ સહિત સરકારના મંત્રી તથા ધારાસભ્યોની ખોટી બદનામી કરી તેમની રાજકીય પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું ગુનાહિત કાવતરું કરવાનો ખેલ ખૂલ્યો છે. આ બાબતે ધારાસભ્ય સંદીપ દેસાઈએ સુરત ક્રાઈમ બ્રાન્ચ ફરિયાદ કરી હતી. જેના બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ મુદ્દે તપાસ તેજ કરાઈ છે. જેમાં પત્રિકાકાંડમાં હજુ પણ મોટાં નામો બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે ભાજપમાં અંદરખાને ખટરાગ હોવાનું ખૂલી રહ્યું છે. આ કેસમાં પહેલી અમદાવાદના જિનેન્દ્ર શાહ નામની વ્યક્તિની સૌથી પહેલા ધરપકડ કરવામા આવી હતી. જેના દ્વારા વિધાનસભાની ચૂંટણી દરમિયાન 80 કરોડ રૂપિયા પાટીલ ખાઈ ગયા હોવાનો આરોપ લગાવતો વીડિયો પોસ્ટ કરવામા આવ્યો હતો.  આ મામલે ફરિયાદ નોંધાવાતા ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. ભટાર રોડ પર રહેતા ભાજપ કાર્યકર્તા સની નિલેશભાઇ ઠક્કરે ફરિયાદ નોંધાવી હતી. જીનેન્દ્રએ 30-08-2022ના રોજ વીડિયો વાઇરલ કર્યો હતો. આવી અનેક ચૂંટણીમાં પાટીલે કેટલા કૌભાંડ કર્યા હશે તેની રજૂઆત કરવાની સાથે ભાજપ અને પાટીલ વિરુદ્ધ અપશબ્દો તેમજ બદનક્ષી થાય તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા.

કોણ છે રાકેશસિંહ સોલંકી
હવે વાત રાકેશસિંહ સોલંકીની કરીએ તો, પાટીલને બદનામ કરવાના કાવતરાનો તે માસ્ટરમાઈન્ડ છે. તેણે પોતાના ઓફિસના કર્મચારી હેમંત પરમાર પાસેથી બદનક્ષીનો મેસેજ ટાઈપ કરાવ્યો હતો. તેમજ ઈરફાન કાપડિયા નામની વ્યક્તિ પાસેથી પેનડ્રાઈવ મંગાવી હતી. બાદમાં વિવાદસ્પદ પત્ર અને પેનડ્રાઈવ સાથેથી પત્રિકાઓ બનાવી હતી. જે દીપુ યાદવ અને ખુમાનસિંહ પાસેથી પોસ્ટના માધ્યમથી ગુજરાતના જુદા જુદા નેતાઓને મોકલી હતી. 

રાકેશસિંહ આવુ શા માટે કર્યું
ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં રાકેશ સોલંકી પોપટની જેમ પટ પટ બોલી ગયો હતો. તેણે કહયું કે, વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત બાદ પાટીલનું કદ હજુ વધી જશે એવું લાગ્યું હતું, જેનાથી નારાજ થઈને તેણે આ બદનામીપૂર્વકનું લખાણ કરાવ્યું હતું. પાટીલની ખરાબ ઈમેજ ઊભી થાય અને પક્ષના ઉચ્ચ નેતાઓ સમક્ષ તેમની છબી ખરડાય તેવો તેનો હેતુ હતો. પાટીલને પક્ષમાં કોઈ મોટી જવાબદારી ન સોપાય તેવુ તે ઈચ્છતો હતો. તેથી આ પત્રિકાકાંડ કર્યો હતો. 

શું હતો મુદ્દો 
બન્યું એમ હતું કે, હોમટાઉનમાં જ ભાજપ પ્રમુખ પાટીલ પાસે 8 કરોડ ખંડણી માંગનાર પકડાયો હતો. ચૂંટણીમાં 80 કરોડ ઉઘરાવ્યાનો આક્ષેપ મૂક્યો હતો. જીનેન્દ્ર શાહે વીડિયો વાઇરલ કર્યો હતો. 80 કરોડ ચાઉં કર્યાનો આક્ષેપ અમદાવાદના યુવકે કર્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાવાતા ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. ભટાર રોડ પર રહેતા ભાજપ કાર્યકર્તા સની નિલેશભાઇ ઠક્કરે ફરિયાદ નોંધાવી હતી. જીનેન્દ્રએ 30-08-2022ના રોજ વીડિયો વાઇરલ કર્યો હતો. આવી અનેક ચૂંટણીમાં પાટીલે કેટલા કૌભાંડ કર્યા હશે તેની રજૂઆત કરવાની સાથે ભાજપ અને પાટીલ વિરુદ્ધ અપશબ્દો તેમજ બદનક્ષી થાય તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા.

રાકેશસિંહે કોને આપ્યુ હતું કવર
પાર્ટીના પદાધિકારીઓને કવરમાં પાટીલ સહિત તેમની આસપાસના ધારાસભ્યો અને સરકારના મંત્રીની બદનામી કરતું લખાણ તથા પેન ડ્રાઈવવાળું કવર મળ્યું હતું. જેના બાદ ધારાસભ્ય સંદીપ દેસાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી. આ અરજી પર પોલીસ તપાસ કરી રહી હતી. આ કવર કોસંબા ખાતે રહેતા દીપુ લાલચંદ યાદવ અને ખુમાનસિંહ જશવંતસિંહ પટેલ નામના બે શખસો ભરૂચ તથા પાલેજ રેલવે સ્ટેશન ખાતેની ટપાલ પેટીમાં પોસ્ટ કરતા જણાઇ આવ્યા હતા, આથી સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ બંને શખસની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે તેમને આ લખાણ તથા પેન ડ્રાઈવ સાથેનું કવર પોસ્ટ કરવા માટે ભાજપના જ વર્ષોથી જોડાયેલા ઘનિષ્ઠ કાર્યકર અને ઉંમરપાડા તાલુકાના પ્રભારી તથા તરસાડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાકેશસિંહ રણજિતસિંહ સોલંકીએ આપ્યું હોવાનું જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news