સોમનાથનો 69મો સ્થાપના દિવસ ઊજવાયો, મહાઆરતિનું કરાયું આયોજન
સોમનાથનો 69મો સ્થાપના દિવસ ઊજવાયો. વૈશાખ સુદ પાંચમના દિવસે 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતી ડો. રાજેન્દ્ર પ્રસાદના વરદહસ્તે પ્રાણ પ્રતીષ્ઠા કરાઇ હતી. આજે વિષેશ મહાઆરતી, મહાપુજા, ધ્વજા રોહણ સાથે સરદાર વંદના કરવામાં આવી છે.
હેમલ ભટ્ટ, સોમનાથ: સોમનાથનો 69મો સ્થાપના દિવસ ઊજવાયો. વૈશાખ સુદ પાંચમના દિવસે 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતી ડો. રાજેન્દ્ર પ્રસાદના વરદહસ્તે પ્રાણ પ્રતીષ્ઠા કરાઇ હતી. આજે વિષેશ મહાઆરતી, મહાપુજા, ધ્વજા રોહણ સાથે સરદાર વંદના કરવામાં આવી છે.
વધુમાં વાંચો: VS હોસ્પિટલમાં મૃતદેહની અદલા-બદલી, સર્વન્ટની ભૂલના કારણે બદલાયો મૃતદેહ
વિશ્વભરના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા સોમનાથ મહાદેવનો આજે 69મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ સોમનાથમાં ઊજવાયો હતો. 11 મે. 1951ના વેશાખ સુદ પાંચમના દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતી ડો. રાજેન્દ્ર પ્રસાદના વરદ હસ્તે સવારે 9.46 મીનીટે સોમનાથમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઇ હતી.
વધુમાં વાંચો: સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા પ્રવાસીઓનો વધારો, 6 મહિનામાં અધધધ આવક
આજે એજ સમયે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન સોમનાથની મહાપુજા અને આરતી કરી ધ્વજા પુજન ધ્વજા રોહણ કર્યું હતુ. ખાસ મહાદેવ પર 11 દ્રવ્યોનો રસ તેમજ વિવિધ દ્રવ્યોથી સ્થાનિક 11 ભૂદેવો દ્વારા મહાઅભિષેક કરવામાં આવ્યો. બાદ સોમનાથ મંદિરના સ્વપ્ન દ્રશ્ય એવા સરદાર પટેલને પણ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
વધુમાં વાંચો: જ્યાં આખું સૌરાષ્ટ્ર પાણી માટે કરી રહ્યું છે સંઘર્ષ, ત્યારે આ શહેરના લોકો છે બિન્દાસ, જાણો કેમ...
તેમજ આજે દિવસ ભર સોમનાથમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો શ્રધ્ધાળુઓ લાભ લેશે. સાંજના સમયે સોમનાથ મંદિર પરીસરમાં સમૂહ આરતી યોજાશે. ત્યારબાદ શિવાંજલી નૃત્યનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે.
જુઓ Live TV:-