Airports: અદાણીના 7 એરપોર્ટ પર વધુ એક રેકોર્ડ સર્જાયો! આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં અધધ... ટકાનો વધારો
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) ની સખત અને સમર્પિત મહેનતના પરિણામે એરપોર્ટ પર ગ્રાહક સંતોષનું સ્તર ઊંચું ગયું છે અને વધુમાં વધુ લોકો હવાઈ યાત્રા કરતા થયા છે. ગયા વર્ષની સરખામણીમાં એર ટ્રાફિક લગભગ 100% જેટલો ઉછળ્યો છે.
ઝી બ્યુરો/અમદાવાદ: કહેવાય છે કે આકાશની કોઈ સીમા નથી, ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રે તે વિધાન સાચું ઠર્યું છે. અદાણી ગ્રુપ સંચાલિત દેશના સાત એરપોર્ટ પર મુસાફરોના આવાગમનમાં વિક્રમી વધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડોમેસ્ટિક ટ્રાફિકમાં 92% અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં 133% નો વધારો જોવા મળ્યો છે. એટલુ જ નહી, સ્થાનિક ફ્લાઇટ્સની સંખ્યામાં 58% અને આંતરરાષ્ટ્રીયમાં 61% વધારો થયો છે. કોવિડ-19 બાદ એરલાઇન ઉદ્યોગે આટલી મજબૂત વૃદ્ધિની અપેક્ષા ક્યારેય નહોતી કરી. પરંતુ વધારેલા રૂટ અને નવીનતમ સુવિધાઓના પગલે તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારને ગેનીબેને ભરાવી, રાજસ્થાન આપી શકે તો ગુજરાત પણ આપે 500માં ગેસ
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) ની સખત અને સમર્પિત મહેનતના પરિણામે એરપોર્ટ પર ગ્રાહક સંતોષનું સ્તર ઊંચું ગયું છે અને વધુમાં વધુ લોકો હવાઈ યાત્રા કરતા થયા છે. ગયા વર્ષની સરખામણીમાં એર ટ્રાફિક લગભગ 100% જેટલો ઉછળ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં એરપોર્ટનો ઉપયોગ કરતા 14.25 મિલિયનથી વધુ મુસાફરો સાથે આ સંખ્યાને કોવિડ પહેલાના સ્તરે પહોંચી ગઈ છે. હજુ પણ આ સ્તર યથાવત રહેવાની ધારણા છે. મુસાફરોની અવરજવરમાં વિક્રમી વૃદ્ધિનું એક કારણ કોવિડ રોગચાળા બાદ પ્રવાસનનો પુનઃપ્રારંભ પણ છે.
સાવધાન! સુરતના જાણીતા આ બિલ્ડર સાથે 32 કરોડની છેતરપિંડી, 3 મોટા પ્રોજેક્ટમાં થયો દાવ
દેશનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ હોવાને કારણે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA)એ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2023માં લગભગ 8.44 મિલિયન મુસાફરોની અવરજવર નોંધી હતી. CSMIA એ લગભગ 2.22 મિલિયન આંતરરાષ્ટ્રીય અને 6.22 મિલિયન સ્થાનિક મુસાફરોને સંચાલન સેવા પૂરી પાડી છે. ચાલુ વર્ષે પ્રથમ બે મહિનામાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર પણ ભારે ધસારો જોવા મળ્યો હતો. તેમાં 1.74 મિલિયન સ્થાનિક મુસાફરોએ ઉડાન ભરી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 283,379 મુસાફરો નોંધાયા હતા.
'કોરોના', જીવલેણ H3N2 કે પછી એડેનોવાયરસ...કેવી રીતે ઓળખશો? જાણો લક્ષણો
જયપુર દેશનું 11મું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ (JIAL) એ લગભગ 0.95 મિલિયન મુસાફરોની અવરજવર નોંધી હતી. JIAL પર લગભગ 69,300 આંતરરાષ્ટ્રીય અને લગભગ 0.88 મિલિયન સ્થાનિક મુસાફરોનું આવાગમન થયું છે. આકાશને આંબતી ઉંચાઈ ભારતમાં માથાદીઠ હવાઈ મુસાફરોનો ટ્રાફિક (એટલે કે, કુલ હવાઈ મુસાફરો/કુલ વસ્તી) 0.12 છે. તે યુનાઇટેડ સ્ટેટ્સ માટે 2.7 (22x) અને ચીન માટે 0.31 (2.5x) છે, જે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રે વિશાળ સંભાવનાઓ દર્શાવે છે. ભારતમાં 2040 સુધીમાં 1 બિલિયન મુસાફરોની અપેક્ષા છે અને આગામી 20 વર્ષ માટે CAGR (કમ્પાઉન્ડ વાર્ષિક વૃદ્ધિ) 8.5% રહેવાની અપેક્ષા છે. 31 જેટલા શહેરોમાં ડ્યુઅલ એરપોર્ટ સિસ્ટમની અપેક્ષા છે જ્યારે દિલ્હી-એનસીઆર, મુંબઈ મેટ્રોપોલિટન રિજન અને બેંગ્લોરમાં સંભવિત રીતે ત્રણ હશે.
ગરીબ મહિલાને ભગવાન મળ્યા, તબીબોએ પેટમાં થયેલી દોઢ કિલોની ગાંઠમાંથી મુક્તિ અપાવી
ઓપરેશનલ એરપોર્ટની સંખ્યા 200ને પાર થવાની ધારણા છે. જેમાં કુલ મૂડીરોકાણની જરૂરિયાત USD 100 બિલિયન (લેન્ડ સાઇડ ડેવલપમેન્ટ સહિત) કરતાં વધશે. એક વર્ષમાં 10 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપતા અદાણી એરપોર્ટની સંખ્યા 7 થી વધીને 47 થશે. આને 2040 સુધીમાં 2,500 થી વધુ એરક્રાફ્ટના ફ્લીટ અંદાજો દ્વારા સમર્થન મળે છે (આજે ભારતમાં ~600 ઓપરેશનલ એરક્રાફ્ટ છે). કાફલામાં વિશાળ સંસ્થાઓના વધતા પ્રવેશ સાથે, ટ્રાફિકમાં અનેકગણો વધારો થવાની ધારણા છે.
રોજ સવારે ઉઠીને કરો આ 5 કામ, સફળતા તમારા પગે પડશે, સુખ, શાંતિ, સમૃદ્ધિ મળશે
ઉત્તર પ્રદેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ હોવાને કારણે લખનૌના ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CCSIA) પર બે મહિનામાં લગભગ 1.04 મિલિયન મુસાફરોની અવરજવર થઈ હતી. CCSIA લગભગ 136,880 આંતરરાષ્ટ્રીય અને લગભગ 9.03 લાખ સ્થાનિક મુસાફરો સાથે પ્રથમ બે મહિનામાં અગ્રેસર રહ્યું છે. ઉત્તરપૂર્વ ભારતનું પ્રવેશદ્વાર મનાતા લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ (LGBI) એરપોર્ટ પર 32 સ્થાનિક અને બે આંતરરાષ્ટ્રીય સ્થળોની ફ્લાઈટ્સ છે. તેમાં 902,694 મુસાફરોએ પ્રવાસ કર્યો છે. ગત વર્ષની સરખામણીએ તેમાં તોતીંગ વધારો નોંધાયો છે.
આ દાદાના બગીચામાં છે ચમત્કારિક આંબો, જેના પર ઉગે છે 300થી વધુ પ્રકારની કેરીઓ
દક્ષિણ ભારતના તિરુવનંતપુરમમાં અનુક્રમે 299, 850 અને 299,770 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફૂટફોલ નોંધાયા હતા. તે 10 સ્થાનિક અને 12 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે કનેક્ટિવિટી ધરાવે છે. મેંગલોર એરપોર્ટ પર 209,713 રાષ્ટ્રીય અને 84,356 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ સાથે ટ્રાફિક વધ્યો હતો. CSMIA અને CCSIA બંનેએ એક જ દિવસે વિક્રમી મુસાફરોની ગતિવિધીઓનું સંચાલન કર્યું છે. મુંબઈમાં 25 ફેબ્રુઆરી 2023ના રોજ લગભગ 1,51,543 મુસાફરો નોંધાયા હતા, ત્યારે લખનૌમાં 31 જાન્યુઆરી 2023ના રોજ 18,000 મુસાફરો એરપોર્ટ પરથી પસાર થયા હતા.
રંગ બદલતો ઘોડો : વડોદરામાં વર્ષોથી ઉભેલો કાળો ઘોડો કાળની થપાટ ઝીલીને લીલો થઈ ગયો
ટ્રાફિકમાં સતત થઈ રહેલી વૃદ્ધિ એ ઈ-ગેટ્સ, બારકોડ સ્કેનર, મૈત્રીપૂર્ણ અને સહકારી ગ્રાઉન્ડ સ્ટાફ, પ્રણામ સેવા, ફ્રી વાઈફાઈ, રિટેલ અને એફએન્ડબી સ્ટોર્સ અને ઓટોમેટેડ પાર્કિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ દ્વારા મુસાફરોને પ્રોત્સાહન આપવાના અદાણી એરપોર્ટના પ્રયાસોનો પુરાવો છે. ગ્રાહકોનો બહેતર અનુભવ અને તમામ એરપોર્ટ પર અપનાવવામાં આવેલા સલામતી ધોરણોને અનુસરવામાં આવે છે.