તેજસ દવે/મહેસાણા: ગુજરાતમાં વિદેશ જવાનુ ઘેલુ વધી રહ્યું છે. ખાસ કરીને કેનેડા અને અમેરિકા જવા તેઓ ગમે તે હદે જવા તૈયાર થઈ રહ્યાં છે. પોતાના વતનમાં સુખી સંપન્ન ગુજરાતીઓ હવે અમેરિકામાં ઘૂસવા માટે ગેરકાયદેસર માર્ગ અપનાવી રહ્યાં છે. વિદેશ જવા માટે જરૂરી એવી IELTS ની પરીક્ષામાં હવે કૌભાંડો થઈ રહ્યાં છે. તાજેતરમાં જ ઉત્તર ગુજરાતના ચાર યુવકો અમેરિકામાં બોર્ડર પાર કરતા પકડાયા છે, જેમાં IELTS કૌભાંડ ખૂલ્યુ હતું. ત્યારે હવે બોગસ IELTS સર્ટિફિકેટથી અમેરિકા જતાં વધુ 7 યુવાનો પકડાયા છે. આ યુવકો પણ એ જ રીતે કેનેડાથી અમેરિકા બોર્ડર પાર કરતા પકડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોગસ IELTS સર્ટિફિકેટથી કેનેડાથી અમેરિકા જતાં 7 યુવાનો પકડાયા છે. આ તમામ યુવકો સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયા હતા. ક્યુબીક રૂટથી ન્યૂયોર્કમાં પ્રવેશ કરતાં યુવકો પકડાઈ ગયા હતા. તમામ યુવાનો મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું છે. US ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટે યુવાનોને ઝડપી લીધા છે અને પૂછપરછ શરૂ કરી છે. આ યુવાનો પાસેથી IELTS ના બોગસ સર્ટિફિકેટ મળી આવ્યા છે. તમામ યુવાનો મહેસાણા અને દિલ્હી એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. તમામને અંગ્રેજી ન આવડતું હોવા છતાં 7 થી 8 બેન્ડના સર્ટિફિકેટ મળ્યા છે. ત્યારે યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટને મોટાપાયે કૌભાંડ થઈ રહ્યુ હોવાની શંકા સેવાઈ રહી છે. 


આ પણ વાંચો : ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ, બે દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાશે


કોણે આચર્યુ કૌભાંડ
વિદેશમાં જવા માટે ઉત્તર ગુજરાતમાં અનેક એજન્ટો સક્રિય છે. જેઓ ગેરકાયદે રીતે લોકોને અમેરિકા-કેનેડા પહોંચાડે છે. ત્યારે પહેલીવાર IELTS બેન્ડમાં છેડછાડ કરાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે હવે આ કેસમાં અનેક નામો ખૂલી શકે છે. તાજેતરમાં ચાર વિદ્યાર્થીઓના IELTS બેન્ડમાં છેડછાડ કરાઈ હતી. ત્યારે આ કેસમાં આગામી દિવસોમાં મોટા માથાના નામ ખૂલે તેવી શક્યતા છે. 


આ પણ વાંચો : અદાણીએ PNG ના ભાવ તોતિંગ વધારી દીધા, હવે 89.60 રૂપિયા વધુ ચૂકવવા પડશે 


IELTS પરીક્ષા શું છે?


  • વિદેશ જવા માટે IELTS પરીક્ષા આપવી જરૂરી 

  • IELTS એક ઈગ્લિંશ લેંગ્વેજ પરીક્ષા છે 

  • IELTS એટલે આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષા પરીક્ષણ સિસ્ટમ 

  • વ્યક્તિની અંગ્રેજી ભાષા જાણવાની સૌથી પ્રમાણભૂત પરીક્ષા 

  • પરીક્ષામાં 1થી લઈ 9 સુધીનો સ્કોર આપવામાં આવે છે 

  • યૂએસ, યૂકે,ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા જવા પરીક્ષા જરૂરી 

  • ઈગ્લિંશ બોલવાની,વાંચવાની, લખવાની અને સાંભળવા સ્કિલ ચકાસાઈ છે 

  • વિદેશ જતાં વિદ્યાર્થીએ પરીક્ષા આપવી ફરજિયાત 

  • કેનેડા,ઓસ્ટ્રેલિયા,ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થવા માટે પણ પરીક્ષા જરૂરી