વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, રાજ્યની એન્જિનિયરીંગ કોલેજોમાં આ નવા 7 કોર્સની મળી મંજૂરી
ડિગ્રી ઈજનેરીમાં પ્રેવશ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન એટલે AICTEએ ચાલુ વર્ષે રાજ્યની એન્જિનિયરીંગ કોલેજોમાં 7 નવા કોર્સ શરૂ કરવાની પરવાનગી આપી છે.
અતુલ તિવારી, અમદાવાદ: ડિગ્રી ઈજનેરીમાં પ્રેવશ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન એટલે AICTEએ ચાલુ વર્ષે રાજ્યની એન્જિનિયરીંગ કોલેજોમાં 7 નવા કોર્સ શરૂ કરવાની પરવાનગી આપી છે.
તકનીકી શિક્ષણ વિભાગે હવે દેસમાં સ્કિલ બેઝ અભ્યાસક્રમ પર ભાર મુકવાનું શરુ કર્યું છે. ઇમરજિંગ ટેક્નોલોજી અંતર્ગત ગુજરાતી એન્જિનિયરીંગ કોલેજોમાં નવા 7 કોર્સ માટે પરવાનગી આપી છે. આ કોર્સમાં કુલ 1,760 બેઠકોનો સમાવેશ થયા છે.
આ પણ વાંચો:- કોરોના સંક્રમણ વચ્ચે આવતીકાલથી GTUની પરીક્ષાઓ શરૂ થશે
નવા કોર્સ પર નજર કરીએ તો...
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી
- ઈલેક્ટ્રિકલ વ્હિકલ્સ
- ડેટા સાયન્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ
- મશિન લર્નિંગ
- રોબોટિક્સ
- સાયબર સિક્યુરિટી
- ઇન્ટરનેટ ઓફ થિંગ્સ
આ પણ વાંચો:- અમદાવાદ : મણિનગરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંત કોરોનાથી સંક્રમિત
દરેક બ્રાંચ દીઠ કોલેજમાં 60 બેઠકની મંજૂરી આપવામાં આવી છે. હજુ આવનારા દિવસોમાં આ કોર્સની અન્ય બેઠકોની મંજૂરી પણ મળી શકે છે. જેની ફી નિયમ સમિતિ એટલે કે FRCના ધારાધોરણ મુજબ જ નક્કી કરાશે. આ કોર્સની ખાસીયત એ છે કે, હાલ પરંપરાગત કોર્સ ચાલી રહ્યાં છે. તેના કરતા આ એડવાન્સ હશે અને વિદ્યાર્થીઓને હાલ નવી ટેક્નોલોજી મુજબ તેમજ ઉદ્યોગ જગતની ભવિષ્યમાં ઉભી થનારી માગ સાથે બંધ બેસે તેવા પ્રકારે ઘડવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube