બગસરાના હામાપુરમાં સાત લોકો તણાયા, 4ના મોત, 3નો આબાદ બચાવ
બગસરાના હામાપુર ગામે પૂરના પાણીમાં 7 લોકો બળદગાડા સાથે તણાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા અને 3 લોકોના આબાદ બચાવ થયા છે.
અમરેલીઃ બગસરાના હામાપુરમાં બળદ ગાડા સાથે 7 લોકો પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેમાં 4 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 3 લોકોનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનામાં બે મહિલા અને બે બાળકોના મોત થયા છે. મૃતકોની લાશ ખીજડિયા ગામ નજીકથી મળી આવી હતી. ખેતરેથી ગાડામાં ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે આ આ દુર્ઘટના સર્જાય હતી.
પ્રાપ્ત વિગત અનુસાર બગસરા પંથકમાં વરસાદને કારણે નદી અને વોડકાઓમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. બગસરાના હામાપુર ગામે પૂરના પાણીમાં 7 લોકો બળદગાડા સાથે તણાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા અને 3 લોકોના આબાદ બચાવ થયા છે. તો એક બળદનું પણ મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ચારેય મૃતદેહ ખીજડીયા ગામ નજીકથી મળી આવ્યા હતા.
જ્યારે પરિવારના સાત લોકો વાડીએથી બળદગાડામાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વોકડામાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા 7 લોકો સાથે બળદગાડું પણ તણાયું હતું. હાલ પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ કરીને આગળ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર