અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (Vijay Nehra) દ્વારા અમદાવાદમાં ક્વોરેન્ટાઈનને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના મધ્ય ઝોનના 9 માંથી 7 સ્થળને કલસ્ટર ક્વોરેન્ટાઈન વિસ્તારમાંથી દૂર કરવાની મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરાત કરાઈ છે. 2000 થી વધુ ઘર, 10000 થી વધુ લોકો ક્વોરેન્ટાઈનમાંથી મુક્ત થશે. ક્વોરેન્ટાઈનનો નિયત સમય પૂર્ણ કરતા આ નિર્ણય લેવાયો છે. 


કોરોનાને લઈ ગુજરાત માટે ગંભીર સમાચાર, કેટલાક hotspots એડવાન્સ સ્ટેજમાં પહોંચ્યા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં શહેરમાં કોરોના કહેર હજી પણ યથાવત છે. અમદાવાદ શહેરના 8 લોકો કોરોનાના સુપર સ્પ્રેડર બન્યા છે. આ 8 વ્યક્તિઓને કારણે શહેરમાં કોરોના વાયરસ ફેલાયો છે. કરિયાણાના અને શાકભાજીના વેપારી પણ હવે વાયરસના ઝપેટમાં આવી ગયા છે. મણિનગર, આંબલી, નરોડા અને ભાઇપુરાના વેપારીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આંબલી અને ભાઇપુરાના શાકભાજી વેપારીનો કોરોના પોઝિટિવ નીકળ્યો છે. મણિનગર, પાલડી અને નરોડાના કરિયાણા વેપારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. એએમસી માટે કોરોના વાયરસની ચેન તોડવા મથામણ કરાઈ રહી છે. સામાન્ય નાગરિક બાદ હવે વેપારીઓ કોરોનાનો શિકાર બન્યા છે. મોટી સંખ્યામાં લોકો કરિયાણાના વેપારીઓના સંપર્કમાં આવ્યા હતા. એએમસી માટે સંપર્કમાં આવેલા લોકોને શોધવું હાલ અશક્ય બન્યું છે. 


corona updates: 152 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ 2559 કેસ થયા  


શહેરમા સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે એએમસી સત્તાધીશો અને અધિકારીઓ વચ્ચે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં સત્તાધીશોએ કાઢ્યો બળાપો ઠાલવ્યો હતો. સત્તાધીશોને શહેરમાં ચાલી રહેલી કામગીરી કોઇ માહિતી અપાતી નથી. વીડિયો કોન્ફરનસમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, નેતા પક્ષ, દંડક અધિકારીઓમાં તમામ વિભાગના ડેપ્યુટી કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. કોરોના અંગે ચાલતી કામગીરી અંગે કોઈ માહિતી મળી નથી રહી તેવા સવાલો કરાયા હતા. આમ, સત્તાધીશો, વહીવટી પાંખની કામગીરીથી નારાજ અધિકારીઓ અને સત્તાધીશો વચ્ચે ગજગ્રાહ વધ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર