છોટાઉદેપુરઃ ગેરકાયદેસર રેતી ખનનનું આંતરરાજ્ય કૌભાંડ ઝડપાયું છે. વડોદરા રેન્જ IGએ માહિતીના આધારે સપાટો બોલાવતાં 4 હિટાચી મશીન અને રેતી ભરેલી 7 ટ્રકો ઝડપી પાડી છે. જેના પગલે તમામ વાહન ચાલકો ફરાર થઈ ગયા હતા. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની ટ્રકો ઝડપાતા જિલ્લાના ભૂસ્તર વિભાગની પોલ ખુલી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા સમયથી છોટાઉદેપુરના ઓરસંગ નદીમાં મોટાપાયે ગેરકાયદેસર રેતીનું ખનન ચાલી રહ્યુ છે. પરંતુ રેતમાફિયાઓ પર ભૂસ્તર વિભાગના કેટલાંક અધિકારીઓનો હાથ હોય તેવું લાગી રહ્યુ છે. આ મામલે સઘન તપાસ કરવામાં આવે તો અનેક મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતા છે.