Loksabha Election 2024: રાજકોટથી ભાજપ પરશોત્તમ રૂપાલાને બદલવા જરાય બદલવાના મૂડમાં નથી. તો સામે ક્ષત્રિયો પણ પોતાની માગ પર અડગ છે. ખાસ ક્ષત્રિયાણીઓએ તો આ મુદ્દાને એટલો ગંભીરતાથી લઈ લીધો છે કે જ્યાં સુધી રૂપાલાને રાજકોટથી બદલવામાં નહીં આવે ત્યાં સુધી જપીને બેસશે નહીં. કેટલીક રાજપૂત મહિલાઓએ તો જોહર કરવાની પણ ચીમકી આપી છે અને આ જોહર પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ બહાર કરવાની ચીમકી આપી છે. ત્યારે 6 એપ્રિલે જોહર કરવાની ચીમકી આપનારી કોણ છે આ ક્ષત્રિયાણીઓ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'હે શક્તિ, તમે શાંત રહેજો...', ધાનાણીની ફરી કવિતા રણકી! પ્રજ્ઞાબા ઝાલાનો વીડિયો...


  • ગુજરાતના રાજકારણમાં શનિવારનો દિવસ મહત્વપૂર્ણ

  • શનિવારે ગુજરાતના રાજકારણમાં આવી શકે છે ભૂકંપ

  • રૂપાલા વિવાદમાં હવે ક્ષત્રિયાણીઓ લડી લેવાના મુડમાં

  • કમલમમાં 7 ક્ષત્રિયાણીઓની જોહર કરવાની ચીમકી 

  • ક્ષત્રિયાણીઓએ હાથમાં મહેંદી લગાવી શરૂ કરી તૈયારીઓ

  • લગ્નનું જોડું પહેરીને જોહર કરવાની ચીમકી


ગુજરાતના ઈતિહાસની મોટી ઘટના : રૂપાલાના વિરોધમાં જૌહર કરશે 7 ક્ષત્રિયાણી!


જોહર આ એક પવિત્ર અને શૌર્યથી ભરી દેનારો શબ્દ છે. એક જમાનો હતો કે જ્યારે દુશ્મન પોતાનું મોઢું પણ ન જોઈ શકે તે માટે ક્ષત્રિયાણીઓ અગ્નિકૂંડમાં કૂદીને મોતનું વ્હાલુ કરી નાંખતી હતી. જોહર શબ્દનો સાદો અર્થ આત્મવિલોપન થાય છે. જો કે આતો વાત થઈ રાજાશાહી સમયની...આજની યુવા પઢીએ આ શબ્દ ફિલ્મમાં સાંભળ્યો હશે અને જોહર શું છે તેની સમજ મેળવી હશે. પરંતુ ફરી એકવાર જોહર શબ્દ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં આવ્યો છે. આ વખતે ઈજ્જત, આબરુ બચાવવા નહીં પરંતુ પોતાની માગ મનાવવા માટે જોહર કરવાની વાત કરાઈ છે. 


આ તારીખો છે ગુજરાત માટે ભારેથી અતિભારે! આ વિસ્તારો માટે ભયાનક આગાહી વાંચી હચમચી જશો


વાત છે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે વિરોધની...એક સભામાં રૂપાલાએ કરેલા વિવાદીત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં આક્રોશની આગ એટલી વધી ગઈ છે કે સમગ્ર ગુજરાતમાં આંદોલન શરૂ થયું છે. ઘરે ઘરે અને શેરીએ શેરીએ રૂપાલા બાયકોટના પોસ્ટરો લગાવાયા છે. ત્યાં હવે ક્ષત્રિયાણીઓએ કમલમમાં જઈને જોહર કરવાની ચીમકી આપી છે જેના કારણે હાહાકાર મચી ગયો છે. રાજપૂત સમાજની 7 મહિલાઓએ કમલમમાં જઈને જોહર કરવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે અમે 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું પરંતુ રૂપાલાને બદલવામાં ન આવતા હવે સાધુ-સંતોના આશીર્વાદ લઈ જોહર કરવા માટે નીકળું, એટલું જ નહીં તેમણે દાવો કર્યો છે કે લગ્નનું જોડું પહેરીને હસતા મોઢે બલિદાન આપી દેશું.


ઉડતા પંજાબ નહીં, ઉડતા ગુજરાત! બુટના સોલમાંથી પોલીસને મળ્યું લાખોનું હેરોઈન


ગીતાબા પરમાર અગ્રણી, કરણી સેના 
જે સાત રાજપૂત મહિલાઓએ જોહરની ચીમકી આપી છે તેમાં પ્રજ્ઞાબા ઝાલા, ગીતાબા પરમાર, અસ્મિતાબા પરમાર, રાજેવશ્વરીબા ગોહિલ, ચેતનાબા જાડેજા, જયશ્રીબા જાડેજા અને જાગુબા રાઠોડનો સમાવેશ થાય છે. પ્રજ્ઞાબા ઝાલાએ કહ્યું કે, અમે અનેક વિનંતીઓ કરી. અમારો વિરોધ માત્ર રૂપાલા સામે છે, પાટીદાર સમાજ કે ભાજપ સામે નથી. પરંતુ ભાજપ અમારું સાંભળા જ તૈયાર નથી ત્યારે અમારે આ નિર્ણય લેવો પડ્યો છે. 


હર હર મહાદેવ! ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિકે કર્યા સોમનાથ મહાદેવના દર્શન, VIDEO


પ્રજ્ઞાબા ઝાલા અગ્રણી, કરણી સેના
રાજપૂત મહિલાઓએ જોહરની ચીમકી આપી છે, બીજી તરફ જ્યાં આ મહિલાઓએ એકઠી થઈ હતી ત્યાં પોલીસ પહોંચી ગઈ છે. કદાચ તેમની અટકાયત પણ કરી લેશે. પરંતુ જોહરની આ ચીમકીથી ગુજરાતના રાજકારણમાં ભડકો થઈ ગયો છે. શનિવારનો દિવસ રાજ્યની સુખ શાંતિ માટે ખુબ જ મહત્વનો રહેશે. એટલું જ નહીં રાજકારણમાં પણ શનિવારનો દિવસ બહુ મોટો છે, ત્યારે જોવાનું રહેશે કે આ સમગ્ર ઘટનાક્રમમાં આગલ શું થાય છે.